અટલ બિહારી વાજપેયી તા.25 ડિસેમ્બર-જન્મદિવસ
કવિ હૃદય રાજનેતા અટલજી જેમના માટે રાષ્ટ્રહિત સર્વોપરી રહ્યું: ’ભારત જમીનનો ટુકડો નહીં, જીવંત મહાપુરુષ છે’ના મંત્રને જીવનારા યુગપુરુષ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતીય રાજનીતિના આકાશમાં અટલ બિહારી વાજપેયી એક એવા તેજસ્વી નક્ષત્ર છે, જેમણે રાજનીતિને મૂલ્યો, સિદ્ધાંતો અને મર્યાદાઓથી સુશોભિત કરી. 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં જન્મેલા અટલજીનું વ્યક્તિત્વ બહુઆયામી હતું. તેઓ એક પ્રખર વક્તા, મૃદુ હૃદય કવિ, નીડર પત્રકાર અને કુશળ વહીવટકર્તા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારામાં ઘડાયેલા અટલજીએ દેશસેવા માટે આજીવન અવિવાહિત રહેવાનો સંકલ્પ લીધો હતો. તેમની કવિતાઓ માત્ર શબ્દો નહીં, પણ સંઘર્ષનો જયઘોષ હતી, જેનું સંકલન ’મેરી ઇક્યાવન કવિતાએ’ આજે પણ સાહિત્ય જગતમાં લોકપ્રિય છે.
અટલજીનો રાજકીય પ્રવાસ જનસંઘથી શરૂ થઈ ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ શિખર સુધી પહોંચ્યો હતો. તેઓ 10 વખત લોકસભા અને 2 વખત રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. 1996માં માત્ર 13 દિવસની સરકાર પડી ભાંગવા છતાં તેમણે જે રીતે સંસદમાં લોકશાહીના મૂલ્યોની વાત કરી હતી, તે આજે પણ યાદ કરવામાં આવે છે. ત્યારબાદ 1999થી 2004 સુધી તેમણે પૂર્ણકાલીન વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કર્યું અને પાંચ વર્ષની ટર્મ પૂર્ણ કરનાર પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા. તેમના કાર્યકાળમાં ’જય જવાન, જય કિસાન’ ના નારા સાથે ’જય વિજ્ઞાન’ જોડીને ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરી વિશ્વને પોતાની શક્તિનો પરિચય કરાવ્યો હતો. અટલજીની વિદેશ નીતિ અને આંતરિક સુધારાઓ સીમાચિહ્નરૂપ રહ્યા છે. અટલજીએ હંમેશા ભારતની અસ્મિતાને પ્રાધાન્ય આપ્યું. ’સુવર્ણ ચતુર્ભુજ યોજના’ અને ’વડાપ્રધાન સડક યોજના’ દ્વારા તેમણે દેશના ખૂણેખૂણે વિકાસના માર્ગો ખોલ્યા. પક્ષ અને વિચારધારાથી ઉપર ઉઠીને વિરોધીઓ પણ તેમના કાર્યના કાયલ હતા. 2015માં ભારત સરકારે તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન ’ભારત રત્ન’થી નવાજ્યા હતા. તેમનું જીવન સૂત્ર હતું- “હમ જિએંગે તો ઇસકે લિએ, મરેંગે તો ઇસકે લિએ.”
અટલ બિહારી વાજપેયી ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા
- Advertisement -
ક્ષ 10 વખત સંસદસભ્ય તરીકે ચૂંટાયા
ક્ષ બે વાર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા
ક્ષ ભારતીય જનસંઘ, જનતા પાર્ટી અને ભાજપ એમ ત્રણ પક્ષોના સ્થાપક સભ્ય તરીકે પાયાની ભૂમિકા અદા કરી.
ક્ષ 1951 : સ્થાપક સભ્ય- ભારતીય જનસંઘ સંઘ.
ક્ષ 1957-62 : દ્વિતીય લોકસભામાં પહેલીવાર સંસદ તરીકે ચૂંટાયા.
ક્ષ 1957-77 : નેતા, ભારતીય જનસંઘ પાર્લમન્ટરી પાર્ટી.
ક્ષ 1962 : રાજ્યસભાના સાંસદ બન્યા.
ક્ષ 1966-67 : ચેરમેન, કમિટી ઓન ગર્વમેન્ટ એસ્યોરન્સ
ક્ષ 1967 : ચોથી લોકસભામાં બીજી વખત સાંસદ
ક્ષ 1967-70 : ચેરમેન, પબ્લિક એકાઉન્ટ કમિટી
ક્ષ 1968-73 : અધ્યક્ષ, ભારતીય જન સંઘ
ક્ષ 1971 : પાંચમી લોકસભામાં ચૂંટાયા
ક્ષ 1977 : છઠ્ઠી લોકસભામાં ચૂંટાયા
ક્ષ 1977-79 : દેશના કેબિનેટ વિદેશપ્રધાન બન્યા
ક્ષ 1977-80 : સ્થાપક સભ્ય, જનતા પાર્ટી
ક્ષ 1980 : સાતમી લોકસભામાં ચૂંટાયા (પાંચમી વખત સાંસદ બન્યા)
ક્ષ 1980-86 : અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી
ક્ષ 1980-84, 1986 અને 1993-96 : નેતા, ભાજપ પાર્લામેન્ટરી પાર્ટી
ક્ષ 1986 : સભ્યા, રાજ્યસભા
ક્ષ 1988-89 : સભ્ય, જનરલ પર્પઝ કમિટી
ક્ષ 1988-89 : સભ્ય, હાઉસ કમિટી અને સભ્ય, બિઝનેસ એડવાઈઝરી કમિટી
ક્ષ 1990-91 : ચેરમેન, કમિટી ઓન પીટીશન્સ
ક્ષ 1991 : દસમી લોકસભામાં ચૂંટાયા
ક્ષ 1991-93 : ચેરમેન, પબ્લિક અકાઉન્ટ કમિટી, લોકસભા.
ક્ષ 1993-96 : ચેરમેન, કમિટી ઓન એક્સ્ટર્નલ એફેઈર્સ
ક્ષ 1993-96 : વિપક્ષ નેતા, લોકસભા
ક્ષ 1996 : 11મી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે 7મી વખત)
ક્ષ 16 મે 1996 થી 31 મે 1996 : પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા( ઈન્ચાર્જ અન્ય વિષયો. પણ કોઈને કેબિનેટ મિનિસ્ટરીની ફાળવણી કરી શક્યા નહીં.) બનાવ્યા નહીં.)
ક્ષ 1996-97 : વિપક્ષી નેતા, લોકસભા
ક્ષ 1997-98 : ચેરમેન, કમિટી ઓન એક્સ્ટર્નલ અફેઈર્સ
ક્ષ 1998 : 12મી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે 8મી વખત)
ક્ષ 1998-99 : બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા
ક્ષ 1999 : તેરમી લોકસભામાં ચૂંટાયા ( સંસદ તરીકે નવમી વખત) અને લોકસભામાં ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીના નેતા બન્યા.
ક્ષ 13 ઓક્ટોબર 1999 થી મે-2004 : ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા.
ક્ષ 2004 : ચૌદમી લોકસભામાં ચૂંટાયા
( સંસદ તરીકે 10મી વખત) અને ગઉઅના ચેરમેન બન્યા.



