મુસાફરોને બસ માટે કલાકો સુધી રાહ જોવામાંથી મુક્તિ
STની બુકિંગ માટે વપરાતી OPRS પર હવે ‘લાઈવ બસ ટ્રેકિંગ’ સુવિધા
- Advertisement -
GSRTC વેબસાઇટ પર ટિકિટ કે બસ નંબરથી બસનું લાઈવ લોકેશન નકશા પર દેખાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતની જીવાદોરી સમાન એસ.ટી. બસ હવે માત્ર મુસાફરીનું સાધન જ નથી રહી, પરંતુ ટેક્નોલોજીના માધ્યમથી હાઈટેક બની રહી છે. અગાઉ બસ ક્યારે આવશે તેની રાહ જોઈને બસ સ્ટેન્ડ પર કલાકો સુધી બેસી રહેવું પડતું હતું, વારંવાર પૂછપરછ બારીએ પૂછવા જવું પડતું હતું, પરંતુ હવે એસ.ટી.ની ઘઙછજ (ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ)એ મુસાફરોનો આ અનુભવ સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. શરૂઆતમાં આ સિસ્ટમ માત્ર ટિકિટ બુકિંગ માટે વપરાતી હતી, પરંતુ હવે તેમાં ‘લાઈવ બસ ટ્રેકિંગ’ની સુવિધા ઉમેરવામાં આવી છે. આ સિસ્ટમથી હવે રિઝર્વેશન કરાવનાર દરેક યાત્રિક જઝ બસ ક્યાં પહોંચી તે એક ક્લિકથી જાણી શકે છે. ટિકિટ નંબરથી બસનું લોકેશન લાઈવ ટ્રેક કરી શકાય છે. રાજકોટની 500થી વધુ બસમાં મહિને 1.50 લાખથી યાત્રિક આ સુવિધાનો લાભ લે છે. રાજકોટ ડિવિઝનની તમામ લાંબા અંતરની અને ઈન્ટરસિટી બસમાં ૠઙજ સિસ્ટમ કાર્યરત છે. રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત કે સોમનાથ જતી બસનું લોકેશન મુસાફરો લાઈવ ટ્રેક કરી શકે છે. બસનું ૠઙજ સીધું જ નિગમના સેન્ટ્રલ સર્વર અને મુસાફરોની મોબાઈલ એપ સાથે જોડાયેલું રહે છે. આ સિસ્ટમ માત્ર મુસાફરો માટે જ નહીં, પણ નિગમ માટે પણ ફાયદાકારક છે. કંટ્રોલ રૂમ દ્વારા બસની સ્પીડ પર નજર રાખી શકાય છે, જેનાથી અકસ્માતો ઘટાડી શકાય છે. આ ઉપરાંત, બસ નિર્ધારિત રૂટ પર જ ચાલે છે કે નહીં તેનું પણ સતત મોનિટરિંગ થાય છે. આજે જ્યારે ખાનગી લક્ઝરી બસ મોંઘા ભાડા વસૂલે છે, ત્યારે એસ.ટી. ઓછા ખર્ચે આધુનિક સુવિધાઓ આપીને ‘સ્માર્ટ ટ્રાન્સપોર્ટ’નું ઉદાહરણ પૂરું પાડી રહી છે.
- Advertisement -
આ સિસ્ટમની કાર્યપદ્ધતિ ખૂબ જ સરળ અને સચોટ છે
ૠઙજ લોકેશન : બસમાં લાગેલું ૠઙજ ઉપકરણ સેટેલાઈટ દ્વારા દર સેક્ધડે બસનું ચોક્કસ લોકેશન ટ્રેક કરે છે.
ડેટા ટ્રાન્સમિશન : આ લોકેશન ડેટા ઇન્ટરનેટ દ્વારા ૠજછઝઈના મુખ્ય કંટ્રોલ રૂમ અને ઘઙછજ પ્લેટફોર્મ પર મોકલવામાં આવે છે.
રિયલ ટાઇમ અપડેટ : જ્યારે મુસાફર ૠજછઝઈની વેબસાઇટ કે મોબાઈલ એપ પર પોતાનો ટિકિટ નંબર અથવા બસ નંબર નાખે છે, ત્યારે તેને નકશા પર બસનું લાઈવ લોકેશન દેખાય છે.
ક્યારે પહોંચશે : સિસ્ટમ બસની ઝડપ અને ટ્રાફિકના આધારે ગણતરી કરીને જણાવે છે કે, બસ તમારા સ્ટેન્ડ પર કેટલા વાગ્યે પહોંચશે.
રિઝર્વેશન કરનારને જખજથી બસ ટ્રેક કરવાની લિંક મોકલાય છે
એસ.ટી. બસનું મહત્તમ મોબાઈલ બુકિંગ અને કાઉન્ટર બુકિંગ મારફતે ટિકિટ રિઝર્વેશન કરવામાં આવે છે, પરંતુ ક્યારેક બસ ટ્રેક કરવામાં મુશ્કેલી પડતી હોય છે. જેના ઉપાયરૂપે 15મી ડિસેમ્બરથી ટેક્સ મેસેજ ઉપરાંત લિંક પણ મોકલવાની સુવિધા ઉમેરવામાં આવી છે. જેમાંથી યાત્રિકો નિશ્ચિત બસનું ટ્રેકિંગ કરી શકે છે. કોઈપણ બસને ટ્રેક કરવા માટે યાત્રિકો ૠજછઝઈ એપમાં ‘ટ્રેક યોર બસ’માં જઈ ઙગછ અથવા બસ નંબર દાખલ કરી શકો છો. આ ઉપરાંત એસ.ટી.ની બસ ટ્રેક કરવા માટે અન્ય એક એપ્લિકેશન ‘ૠજછઝઈ લાઈવ ટ્રેકિંગ’ પણ અમલી છે, જેમાં નજીકનું બસ સ્ટેશન, કોઈ ચોક્કસ બસનું લોકેશન કે તે ક્યાં પહોંચી તે જાણી શકાય છે, આ ઉપરાંત કોઈ રૂટ માટેનું ટાઇમટેબલ પણ તેમાં જોવા મળે છે.



