વહાલુડીના વિવાહ : દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા દ્વારા છેલ્લા 7 વર્ષથી સમૂહલગ્નનું ભવ્ય આયોજન
પુષ્પવર્ષા, આતશબાજી, આરતી તથા સંગીતના નાદ સાથે તમામ દીકરીઓની ભવ્ય એન્ટ્રી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં સતત આઠમા વર્ષે માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલી 25 દીકરીનો ઐતિહાસિક, જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ યોજાયો હતો. સમગ્ર ગુજરાતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો-વડીલો- સમાજ શ્રેષ્ઠીઓ-સમાજ રત્નો સહિત 10 હજાર અતિથિની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પુષ્પવર્ષા, આતશબાજી, આરતી તથા સંગીતના નાદ સાથે સાથે દીકરીઓની ભવ્ય એન્ટ્રી થઈ હતી. ઠાકોરજીના ચરણોમાં 56 ભોગ ધરવામાં આવ્યો હતો. શહેરના મુંજકા ખાતે પાર્ટી પ્લોટમાં આયોજક દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા, સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ વર્ષાબેન કિરીટભાઈ આદ્રોજા, નીપાબેન રાજેશભાઈ કાલરીયા, કોષાબેન સુનીલભાઈ મહેતાના યજમાનપદે યોજાયેલા વિવાહમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રનાં રાજકીય, સામજિક અને સેવા જગતનાં, વ્યાપારિક, ઉદ્યોગ, બિલ્ડર, વિવિધ સમાજ, જ્ઞાતિ, વિવિધ એસોસિએશનનાં પ્રતિનિધિઓ, શાળા કોલેજ સંચાલક મંડળ, દીકરાનું ઘરનાં વડીલ માવતરો અને દીકરા દીકરીઓના આત્મીય સ્વજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, સર્વે મહાનુભાવોનું ખેસ પહેરાવી, પુસ્તક અર્પણ કરી સ્વાગત કરાયું હતું. તેમણે પ્રભુતામાં પગલાં પાડનાર નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યાં હતાં. દીકરીઓની વિદાય પ્રસંગે લાગણી સભર દૃશ્યો સર્જાયા હતાં.
દરેક દીકરીને રૂ.51 હજારની ઋઉ અને 250થી વધુ વસ્તુઓનો કરિયાવર અપાયો
- Advertisement -
દાતાઓની મદદથી દીકરીઓને સોના-ચાંદીનાં દાગીના, સાડીઓ- ડ્રેસ, ફ્રીજ, વોશિંગ મશીન અને છ માસનું કરીયાણું સહિત સમૃદ્ધ કરિયાવર આપવાની સાથે પ્રત્યેક દીકરીઓને રૂ. 51,000ની ફીકસ ડીપોઝીટ આપવામાં આવી હતી.
અત્યાર સુધીમાં 189 દીકરીઓને વિદાય અપાઇ
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા દ્વારા છેલ્લા 7 વર્ષથી સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમા 189 દીકરીઓના લગ્ન કરીને વિદાય આપવામાં આવી છે.
ક્ધયાદાન કરવા બે દંપતી લંડન તથા એક દુબઇથી રાજકોટ આવ્યા
ક્ધયાદાન એ સૌથી મોટું દાન છે. જે માતા-પિતાને દીકરી નથી તેમને ક્ધયાદાન કરવાનો અવસર આપવામાં આવે છે, તેથી આ વખતે ક્ધયાદાન કરવા ખાસ 3 લોકોમાં બે લંડન અને એક દુબઇથી રાજકોટ આવ્યા હતા. આ ઉપરાંત નાસિક અને બેંગ્લોરથી પણ એક એક દંપતી ક્ધયાદાન આપવા માટે વહાલુડીના વિવાહમાં પહોંચ્યા હતા.



