ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી પરીક્ષામાં કર્યો મોટો ફેરફાર
અગાઉ ભાગ-અના માર્ક 60 હતા અને ભાગ ઇ માટે માર્ક 150 હતા
- Advertisement -
પરીક્ષાની તૈયારી કરતા હજારો ઉમેદવારોને પોતાની અભ્યાસ રણનીતિમાં ફેરફાર કરવો પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા વર્ગ-3ની ભરતી પરીક્ષાની પદ્ધતિમાં લાંબા સમય બાદ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (ૠઅઉ) દ્વારા 16 ડિસેમ્બરે જાહેર કરાયેલા નવા નિર્ણય મુજબ હવે ટેકનિકલ અને નોન ટેકનિકલ તમામ વર્ગ 3ની ભરતી પરીક્ષાઓમાં નવા માર્ક્સ અને સુધારેલા માળખા મુજબ લેવામાં આવશે. નવી પદ્ધતિ અનુસાર પ્રશ્નપત્રને હવે માત્ર બે ભાગમાં જ રાખવામાં આવ્યું છે. અગાઉ ભાગ ઇ માટે નક્કી કરાયેલા 150 માર્ક ઘટાડીને હવે 120 માર્ક કરવામાં આવ્યા છે. જ્યારે ભાગ-અના 60 માર્ક વધારીને 90 માર્ક કરવામાં આવ્યા છે.
આ ફેરફારને કારણે પરીક્ષાની તૈયારી કરતા હજારો ઉમેદવારોને પોતાની અભ્યાસ રણનીતિમાં ફેરફાર કરવો પડશે. સરકારના જણાવ્યા પ્રમાણે, ભાગ-ઇમાં હવે જે-તે પદને લગતા ટેકનિકલ અથવા ઉપયોગી વિષયો પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ઉમેદવારની વિષય સંબંધિત સમજ અને વ્યવહારુ જ્ઞાનનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે. અગાઉ ભાગ-ઇના 150 માર્કને કારણે પરીક્ષા લાંબી બનતી હતી, પરંતુ હવે તે માર્ક ઘટાડીને પરીક્ષાને વધુ તાર્કિક અને અસરકારક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નવી વ્યવસ્થા આગામી તમામ વર્ગ-3ની ભરતી પરીક્ષાઓમાં અમલમાં આવશે, જેના કારણે ભરતી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને ગુણવત્તા આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Advertisement -
2023ના ઠરાવોની અન્ય જોગવાઈઓ યથાવત્
ક્ષ ઙફિિ-ંઅ તથા ઙફિિ-ંઇનું સ્વતંત્ર (અલાયદું) ચીફહશરુશક્ષલ જફિંક્ષમફમિ રહેશે. બંને પાર્ટમાં આ ધોરણ મેળવતા ઉમેદવારોની ઙફિિ-ંઅ અને ઙફિિ-ંઇમાં મેળવેલા કુલ ગુણના આધારે મેરીટ યાદી તૈયાર કરવાની રહેશે.
ક્ષ ઉમેદવારોએ ઙફિિ-ંઅ અને ઙફિિ-ંઇમાં મેળવેલા કુલ ગુણના આધારે કુલ જગ્યાના આશરે બે ગણા ઉમેદવારો અરજી ચકાસણી (ઉજ્ઞભીળયક્ષિં ટયશિરશભફશિંજ્ઞક્ષ)ને પાત્ર થશે.
ક્ષ ઙફિિ-ંઅ તથા ઙફિિ-ંઇના કુલ 210 ગુણમાંથી ઉમેદવારે મેળવેલા ગુણના આધારે આખરી પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
ક્ષ જે-તે સંવર્ગની જગ્યાઓ ભરવા માટે જાહેરાતમાં જે સંખ્યા દર્શાવવામાં આવેલા હોય તે સંખ્યાને ધ્યાનમાં લઇને સરકારની વખતોવખતની સૂચનાઓને અનુરૂપ મેરીટનું ધોરણ મંડળ નિયત કરી શકશે.
ક્ષ ખ.ઈ.ચ પદ્ધતિમાં ખોટા જવાબ આપનાર અથવા પ્રશ્ર્નનો જવાબ ન આપ્યા હોય તો તેવા સંજોગોમાં 0.25 માર્ક્સ ઓછા કરવાના રહેશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવાની રહેશે. ‘જવાબ આપવા માંગતા નથી નો પાંચમો વિકલ્પ રાખવાનો રહેશે. પરંતુ જે ઉમેદવારે આ વિકલ્પ પસંદ કર્યો હોય તે સંજોગોમાં નેગેટિવ માર્કિંગ ગણવાનું રહેશે નહીં. એટલે કે 0.25 માર્ક્સ ઓછા કરવાના રહેશે નહીં.
ક્ષ પ્રતિક્ષાયાદી તૈયાર કરવા બાબતે સરકારના પ્રવર્તમાન નિયમો લાગુ પડશે.
ક્ષ જગ્યા ભરવા માટે જે સંખ્યાની જાહેરાત આપવામાં આવી હોય તે સંખ્યાને ધ્યાને લઈને તેમાં દર્શાવી અનામત અને બિન અનામત દરેક કેટેગરી માટે જાહેરાતમાં દર્શાવેલ સંખ્યાના આધારે પ્રતિક્ષાયાદી સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર તૈયાર કરવાની રહેશે.
પરીક્ષાનું માળખું બદલાયું
ભાગ – અ
વિષય માર્ક
તાર્કિક કસોટી,
ડેટા ઇન્ટરપ્રિટેશન 30
ગાણિતિક કસોટી 30
બંધારણ, વર્તમાન પ્રવાહ, કોમ્પ્રિહેન્સન 30
કુલ 90
ભાગ – ઇ
વિષય માર્ક
સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્ર્નો 120



