એક સમયે પ્રવાસીઓનું સ્વર્ગ ગણાતા પેરિસે (ખરો ઉચ્ચાર પારિ) હમણાં ન્યુ યર સેલિબ્રેશનને આંશિક રીતે કેન્સલ કર્યા. આ માટે ફ્રેન્ચ પોલીસે સુરક્ષાનું કારણ આપ્યું. માત્ર 2025ના વર્ષમાં જ ફ્રાન્સમાં છ આતંકવાદી હુમલાઓ અને સાથે ખતરનાક ષડયંત્રો પકડાયા હતા.
ઓસ્ટ્રેલિયામાં સાજીદ અને નાવેદ અકરમ નામનાં બે આતંકીઓએ હાનુકા ઉત્સવ મનાવી રહેલા નિર્દોષ યહૂદીઓ ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો જેમાં પંદરેક યહૂદીઓ મૃત્યુ પામ્યા અનેક ઘાયલ થયા.
આ બધું ત્યારે થયું જ્યારે ભારતમાં થયેલા બોમ્બ વિસ્ફોટની “શાહી સુકાઇ” નથી. આખા જગતમાં આતંકવાદ પોતાની પાંખો ફેલાવી રહ્યો છે તે એક નગ્ન સત્ય છે. કોઈને આમાં કોઈ રાજકીય ચાલબાજી દેખાતી હોય તો એવા મુરખે પોતાનો માનસિક ઈલાજ સત્વરે કરાવવો જોઈએ.
આતંકવાદી ઘટનાઓ જનમાનસને હચમચાવી નાખે છે. પણ લોકો એને ભૂલી જાય છે. લોકોને ખુશ રહેવું ગમે છે એટલે ક્રિકેટ, ફિલ્મો અને બીજી મોજમજામાં મસ્ત રહીને આવી ઘટનાઓને ભૂલી જાય છે. પરંતુ સાયન્ટિફિક રીતે સાબિત થયેલું છે કે ઇતિહાસને ઘડનાર ઘટનાઓ આવી અણધારી ઘટનાઓ હોય છે. સામાન્ય રીતે ચાલી રહેલા જનજીવનને આવી ઘટનાઓ એકદમ ભયાનક વળાંક આપે છે.
આપણું જીવન આપણે ધારીએ એટલી હદે સીધી લીટીમાં ચાલતું નથી. કાઇક એવી અણધારી ઘટના બને છે જે આપણા જીવનને (સારો અથવા નરસો પણ) તીવ્ર વળાંક આપે છે. આખું જીવન બદલાઈ જાય છે.
આવી અણધારી ઘટનાઓ ઉપર લેબેનોનના વતની પણ અમેરિકા વસી ગયેલા એક જાણીતા ગણિત શાસ્ત્રી નસીમ નિકોલસ તાલેબે બહુ રિસર્ચ કર્યું છે. નસીમ નિકોલસ તાલિબ ખ્રિસ્તી છે. (ગ્રીક ખ્રિસ્તીઓ અને આરબ ખ્રિસ્તીઓમાં અહમદ અને નસીમ જેવા નામ આવે છે)
ડોકટર તાલેબ અને એનો પરિવાર લેબનોન રહેતા હતા. લેબેનોન દેશને પૂર્વનો સ્વિત્ઝરલેન્ડ કહેવાતો એટલી હદે રળિયામણો અને પ્રકૃતિમય દેશ હતો. સેંકડો વર્ષોથી ત્યાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સાથે રહેતા. કોમી તોફાનો કે રમખાણ કોને કહેવાય એની લેબનોન ના લોકોને જાણ સુદ્ધાં નહોતી. લેબેનોન પ્રવાસીઓનું ફેવરિટ દેસ્ટીનેશન હતું. લોકો પણ સમૃદ્ધ અને સુખી હતા.
પણ 1980 આસપાસથી ત્યાં બધું બદલાવા લાગ્યું. ઇઝરાયેલ થી ખદેડાયેલા પેલેસ્ટાઇની લોકો લેબેનોનમાં આવ્યા. ખ્રિસ્તીઓ ને મુસ્લિમો સાથે સંઘર્ષો વધવા લાગ્યા. ખ્રિસ્તી અને મુસ્લિમ બેય લગભગ સમાન વસ્તીમાં હતા. ધીમે ધીમે લેબેનોનમા કોમી રમખાણો વધવા લાગ્યા. રીતસર ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું એમ કહી શકાય. ત્યાંના વિદ્વાન , વ્યાપારી લોકો લેબનોન છોડીને વિદેશ વસવા લાગ્યા. એકસમયે સ્વર્ગ ગણાતુ લેબનોન હવે યુદ્ધસ્થલી બન્યું.
નસીમ નિકોલસ તાલેબ જણાવે છે કે સેંકડો વર્ષોથી જે શાંતિ હતી એને બરબાદ થવામાં માંડ અમુક વર્ષો લાગ્યા. નસીમ નિકોલસ તાલેબ આવી ઘટનાઓને “બ્લેક સ્વાન ઇવેન્ટ” કહે છે. એવી ઘટનાઓ કે જે બહુ દુર્લભ હોય.
શેર બજારના કડાકા પણ આવી અણધારી ઇવેન્ટ હોય છે. આતંકવાદી ઘટનાઓ પણ આવી ઇવેન્ટ હોય છે.. ભૂકંપ, સુનામી, પૂર, રોગચાળો(કોરોના યાદ આવ્યો??) વગેરે બધી બહુ દુર્લભ ઘટનાઓ છે જે છાશવારે નથી બનતી પણ બને ત્યારે બહુ બધા લોકોને પ્રભાવિત કરે છે અને જગતનો ઇતિહાસ પલટી નાખે છે.
તો કરવું શું?
ડોકટર નસીમ નિકોલસ તાલેબ કહે છે કે આવી અણધારી ઘટનાઓ ભલે સદીઓમાં એક વાર બનતી હોય, એની માટે આપણે હમેશા તૈયાર રહેવું જોઈએ. જો આપણે એની માટે તૈયાર હશું તો આ ગોઝારી ઘટનાઓ આપણને ભારે નુક્સાન કરી શકશે નહિ.
વારંવાર ભૂકંપ વેઠતા જાપાને ભૂકંપ માટે સતત તૈયાર રહીને અનેક જીવ બચાવ્યા છે. હાઇવે ઉપર ગતિ નિયંત્રણો ને લીધે પણ અનેક જીવ બચે છે. સમુદ્રમાં આવતા સુનામી કે ભારે વરસાદની ઘટનાઓની આગાહી કરીને અનેક લોકોને બચાવી શકાયા છે.
જો આવી કુદરતી ઘટનાઓથી પણ માણસ અગમચેતી થી બચી શકતો હોય તો આતંકવાદ તો માણસે જ પેદા કરેલ ઘટના છે. એનાથી અગમચેતી વાપરીને બચવું શક્ય છે .
દેશમાં સતત મજહબી ઝેર ઓકતા લોકોને જબ્બે કરવામાં આવે, એમની આર્થિક કમર ભાંગી નાખવામાં આવે, આતંકીઓના સગા વહાલાઓને પણ દંડ આપવામાં આવે, એમના વ્યવહારો ઉપર કડક જાપ્તો રાખીને એમને સતત “ચેક” માં રાખવામાં આવે ’તો’ આતંકવાદ ને રોકી શકાય એમ છે.
ચીન અને રશિયા જેવા દેશો આતંકવાદીઓ સામે જરાય નરમ વલણ રાખતા નથી. એમને ઉગતા જ ડામી દેવા માટે જે કાઇ “ઉપચાર” કરવા પડે તે તેઓ કરે છે.
ડોકટર નસીમ નિકોલસ તાલેબ કહે છે કે કોઈપણ ગોઝારી ઘટનાથી બચવાનો એક માત્ર ઉપાય છે : એના માટે સતત તૈયાર રહેવું અને એને રોકવા સતત પ્રયાસ કરવા.
આતંકવાદનો પણ એ જ ઉપાય છે.. હત્યાકાંડ થાય પછી બીજીવાર તે હત્યાકાંડ કરવાનો વિચાર કરતા પણ બીક લાગે એવી ચાઇનીઝ કે રશિયન નીતિ જ આતંકીઓ સામે કારગર છે.નહિતર અફઘાન થી તિબેટ સુધી ફેલાયેલ ભારતવર્ષને વધુ સંકોચાતા વાર નહિ લાગે.
ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ



