દિવ્યાંગતા મુક્ત ભારત માટે પરમાર્થ નિકેતન (ઋષિકેશ) અને મહાવીર સેવા સદન (કોલકતા) દ્વારા ભારતમાં વિવિધ સ્થળોએ શારીરિક ક્ષતિ ધરાવતા દિવ્યાંગજનોને નિ:શુલ્ક કૃત્રિમ હાથ અને પગ તેમજ કેલીપર્સના કેમ્પ ચાલી રહ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એકેડેમિક ફેડરેશન, એસબીઆઇ આરસેટી રાજકોટ, એકસેલન્સ દિવ્યાંગ ફાઉન્ડેશન સયુંક્ત સહયોગથી ત્રણ દિવસ એટલે કે 16, 17 અને 18 ડિસેમ્બર કૃત્રિમ હાથ અને પગ તેમજ કેલીપર્સ ફિટ કરવા માટેના મહામેગા કેમ્પ યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી બાળકોથી લઇ વૃધ્ધવય સુધીના અનેક દિવ્યાંગે લાભ લીધો હતો. આ સેવા યજ્ઞને સફળ બનાવવા છજઊઝઈં ટીમના પવનકુમાર ગોર (ડાયરેક્ટર), જીજ્ઞેશગીરી ગોસ્વામી, સંદિપ મઢવી, ગ્રિષ્મા કાચા, પાયલ સરવૈયા, જ્યોતિબેન સોલંકી, કિશોરભાઈ પરમાર, નટુભાઈ વાઘેલા, જેમ્સ એન્ડ જવેલરીના નિખિલભાઈ બારભાયા, પરમાર્થ નિકેતનના ડો. પ્રભાકર વિગેરે જહેમત ઉઠાવી હતી.



