ગ્રાહક સુરક્ષા અને નેગોશિયેબલ કોર્ટ શરૂ કરવા વકીલોની રજૂઆત: મંત્રીએ ગુજરાત ગેસ કચેરીની પણ મુલાકાત લીધી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
- Advertisement -
મોરબી જિલ્લાની મુલાકાતે આવેલા કાયદા અને ન્યાયતંત્ર રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાર એસોસિએશનના પદાધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રી ત્રિકમ છાંગા પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ નાગરિકોને ઝડપી ન્યાય અને જરૂરી સુવિધાઓ મળે તે માટે સરકારની કટિબદ્ધતા દોહરાવી હતી.
ત્યારબાદ મંત્રીએ ગુજરાત ગેસ કચેરીની મુલાકાત લઈ કંટ્રોલ રૂમ અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ કર્મચારીઓ સાથે સંવાદ સાધી પર્યાવરણ જાળવણી માટે કચેરી પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. બેઠકમાં કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને વકીલ મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બાર એસોસિએશનની મુખ્ય માંગણીઓ
મોરબીમાં ગ્રાહક સુરક્ષા કોર્ટ ફરીથી કાર્યરત કરવી.
- Advertisement -
સિરામિક ઉદ્યોગના કેસોના ઝડપી નિકાલ માટે નેગોશિયેબલ કોર્ટ શરૂ કરવી.
નિર્મળા દિનની કામગીરીમાં ઝડપ લાવવા અને આયોજનમાં જરૂરી સુધારા કરવા.



