મૈસુર દેશળ ચોક પાસે વૉચ ગોઠવી આઇશરમાં પસ્તી નીચે સંતાડી દારૂ લાવતી બેલડીની ધરપકડ
ચોટીલા પાસેથી ડિલિવરી આપનાર સહીત બેની શોધખોળ: 28.82 લાખનો મુદામાલ કબ્જે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટમાં વર્ષ 2025ને બાય બાય કરી 2026ને વધાવવા અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને વધુ રંગીન બનાવવા દારૂડિયાઓ અધીરા બન્યા છે સાથોસાથ કમાઈ લેવાની મહાયમાં બુટલેગરો પણ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મંગાવવા લાવ્યા છે ત્યારે થર્ટી ફર્સ્ટ માટે રાજકોટના કુખ્યાત બુટલેગરે મંગાવેલો દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાંચે મૈસુર દેશળ ચોક પાસે વોચ ગોઠવી આઈસરમાં પસ્તીની આડમાં સંતાડી લાવવામાં આવતા 17.82 લાખના દારૂ સાથે નડિયાદના બે શખસોને ઝડપી લઈ 28.82 લાખનો મુદામાલ કબજે કરી પુછપરછ કરતા તેણે આ આઈસર ચોટીલા પાસેથી આપ્યું હોવાનું તેમજ આ દારુનો જથ્થો રાજકોટના બુટલેગરને પહોંચાડવાનું જણાવતા બંનેની શોધખોળ હાથ ધરી છે.
થર્ટી ફર્સ્ટ પૂર્વે દારૂની હેરાફેરી પુરજોશમાં થતી હોય બુટલેગરોના મનસૂબા ઉપર પાણીઢોળ કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ બી બી બસિયાની સૂચના અંર્તગત ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર અને સી એચ જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી ડી ડોડીયા અને ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ અમિતભાઇ અગ્રાવત, દિલીપભાઈ બોરીચા અને વિશાલભાઈ દવેને મળેલી બાતમી આધારે બેદી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે આવતા મૈસુર ભગત ચોક પાસે વોચ ગોઠવી હતી ત્યારે પસાર થયેલ બાતમીવાળું આઇસર અટકાવતા પસ્તીની આડમાં સંતાડેલો 18.72 લાખની કિંમતના 6 હજાર વિદેશી દારૂના ચપલા મળી આવતા પોલીસે આઇસરમાં બેઠેલા બંને શખ્સોને સકંજામાં લઇ નામઠામ પૂછતાં ડ્રાયવરે નડિયાદ ઠાકોરવાસમાં રહેતો ધર્મેન્દ્ર ગોપલભાઈ ઠાકોર અને સાથે રહેલા શખ્સે નડિયાદના ભીલવાસમાં રહેતો મોહન હરજાજી ભીલ હોવાનું જણાવતા બંનેની ધરપકડ કરી દારૂ, આઇસર અને મોબાઈલ સહીત 28.82 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો પોલીસની પ્રાથમિક પુછપરછમાં ધર્મેન્દ્રને વિશાલસિંઘ રાજપુત નામનો શખસ ચોટીલા પાસે દારૂ ભરેલૂ આઈસર આપી ગયો હતો અને આ આઇસર રાજકોટના બુટલેગર કેતન રાઠોડને પહોંચાડવાનું જણાવ્યું હતું વિશાલસિંઘ અને રાજકોટના બુટલેગર કેતન રાઠોડને પકડી લેવા કાર્યવાહી કરી છે.



