IPL 2026 હરાજી હાઇલાઇટ્સ: ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીન (KKR, રૂ. 25.20 કરોડ) એ વિદેશી ખેલાડી માટે અત્યાર સુધીની સૌથી વધુ બોલી મેળવી હતી જ્યારે CSK એ અનકેપ્ડ જોડી પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર રૂ. 28.40 કરોડ ખર્ચ્યા હતા.
IPL-2026 માટેનું મિની ઓક્શન મંગળવારે અબુ ધાબીના એતિહાદ એરીનામાં સંપન્ન થયું છે. ઓક્શમાં કુલ 369 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી હતી, જેમાંથી 77 ખેલાડીઓને ફ્રેન્ચાઈઝીઓએ ખરીદ્યા છે. સોલ્ડ પ્લેયર્સમાં 48 ભારતીય અને 29 વિદેશી સ્ટાર્સ સામેલ હતા. આ ઓક્શમાં કુલ 215.45 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. પરંતુ આ કુલ ખર્ચ કરવામાં આવેલી રકમનો લગભગ 40% હિસ્સો માત્ર પાંચ ખેલાડીઓ પર જ ખર્ચાઈ ગયો છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ વિશે.
- Advertisement -
કેમરન ગ્રીન સૌથી મોંઘો ખેલાડી
આ હરાજીનો સૌથી મોંઘો ખેલાડી ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર કેમરન ગ્રીન રહ્યો છે, તેને ત્રણ વખતની વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ 25.20 કરોડ રૂપિયાની જંગી રકમમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ગ્રીન હવે IPL ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે. તેની બેઝ પ્રાઇઝ 2 કરોડ હતી. તેના પર ખૂબ બોલી લાગી. આ પહેલા ગ્રીન 2023માં 17.50 કરોડમાં વેચાયો હતો.
મથીશા પથિરાના
- Advertisement -
KKRએ જ આ સિઝનની બીજી સૌથી મોંઘી બોલી લગાવી. તેણે શ્રીલંકાના બોલર મથીશા પથિરાનાને 18 કરોડમાં ખરીદ્યો. એટલે કે, KKRએ માત્ર 2 જ ખેલાડીઓ માટે 43.20 કરોડ ખર્ચી નાખ્યા છે.
ચેન્નાઈએ બે અનકેપ્ડ ખેલાડીઓ પર રેકોર્ડ બોલી લગાવી
ત્રીજો સૌથી મોંઘો ખેલાડી કાર્તિક શર્મા રહ્યો છે, જેને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. બીજી તરફ CSKએ જ પ્રશાંત વીરને પણ આટલી જ રકમમાં ખરીદ્યો છે. એટલે કે, બે ખેલાડીઓને CSKએએ 28.40 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
લિયામ લિવિંગસ્ટોન હૈદરાબાદે લગાવ્યો દાવ
હરાજીના પ્રથમ રાઉન્ડમાં લિયામ લિવિંગસ્ટોન પર કોઈએ બોલી નહોતી લગાવી. પરંતુ જ્યારે હરાજી ફરી શરૂ થઈ ત્યારે તેનું નસીબ ખુલી ગયું. સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
હરાજીની 40% રકમ માત્ર 5 ખેલાડીઓ પર ખર્ચાઈ
એટલે કે સિઝનના ટોપ-5 ખેલાડીઓ પર IPL ટીમોએ લગભગ 86 કરોડ ખર્ચી નાખ્યા છે. કુલ 215 કરોડની બોલી લગાવવામાં આવી. એટલે કે હરાજીની 40% રકમ ખર્ચાઈ માત્ર 5 ખેલાડીઓ પર જ ખર્ચાઈ ગઈ.




