રોટેશનમાં ફેરફાર થતા ઉમેદવારોએ નિર્ધારિત કરેલ બેઠકમાં પણ ફેરફાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
રાજ્યમાં ચૂંટણીના પડઘમ હવે ટૂંક તમામ સંભળાય તેવી શક્યતા નજરે પડે છે ચૂંટણી પંચ દ્વારા વિવિધ બેઠકોના રોટેશન જાહેર કરતા સ્થાનિક સ્વરાજ અને જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણી નજીક આવી રહી છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત બેઠકોનું રોટેશન જાહેર થતા બેઠકોમાં સમીકરણ બદલાયા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો પર 22 બેઠકો પર સ્ત્રી અને પુરુષ માટે અનામત રાખવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ સ્ત્રી – 2 તથા સામાન્ય – 1, અનુસૂચિત આદિજાતિ સામાન્ય – 1, બક્ષીપંચ સ્ત્રી – 5 તથા સામાન્ય – 4 અને સામાન્ય સ્ત્રી – 9 બેઠકો અમાનત રાખવામાં આવી છે જ્યારે બિન અનામત માટે બાકીની 10 બેઠકો રાખવામાં આવી છે. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો પર અડિંગો જમાવી બેઘેલા જૂના નેતાઓને હવે પોતાની હોમપિચ ખાલી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં વર્ષોથી પોતાનું વર્ચસ્વ જમાવનાર નેતાઓને જો ચૂંટણી લડવી હોય તો બેઠક બદલવી પડશે તે પણ નક્કી છે જોકે કેટલીક બેઠકો પર જૂના જોગી ઘરભેગા થાય અને નવા ચહેરા મેદાને આવે તેવી પણ શક્યતા નજરે પડે છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ટોટેશન જાહેર થતા “કહી ખુશી, કહી ગમ” જેવો માહોલ જોવા મળ્યો છે.
- Advertisement -
બેઠક મુજબ નવા રોટેશનની યાદી
બજાણા – સામાન્ય સ્ત્રી
ચૂડા (1) – બિન અનામત સામાન્ય
ચૂડા (2) – સામાન્ય સ્ત્રી
ધાંધલપુર – બિન અનામત સામાન્ય
ઢોકળવા – સામાન્ય સ્ત્રી
ગુજરવદી -અનુસૂચિત જાતિ
ખારાઘોડા – સામાન્ય સ્ત્રી
ખોળું – સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
કોંઢ – સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
લખતર – સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
માલવણ – સા.શૈ.પછાત વર્ગ
મેમકા – અનુ. જાતિ સ્ત્રી
મોટી મોલડી – સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
મૂળી (1) – સા.શૈ.પછાત વર્ગ સ્ત્રી
મૂળી (2) – સા.શૈ.પછાત વર્ગ
નાગડકા – સા.શૈ.પછાત વર્ગ
પાણશીણા – અનુ. આદિ જાતિ
રાજપરા – સા.શૈ.પછાત વર્ગ
રાજસીતાપૂર – સામાન્ય સ્ત્રી
રળોલ – સામાન્ય સ્ત્રી
રાણાગઢ – સામાન્ય સ્ત્રી
સરા – બિન અનામત સામાન્ય
સવલાસ – બિનઅનામત સામાન્ય
સાયલા – સામાન્ય સ્ત્રી
શિયાણી – બિનઅનામત સામાન્ય
સુદામડા – બિનઅનામત સામાન્ય
વણોદ – બિનઅનામત સામાન્ય
વસ્તડી – સામાન્ય સ્ત્રી
વીજળીયા – બિનઅનામત સામાન્ય
વિઠ્ઠલગઢ – બિનઅનામત સામાન્ય
ઝીંઝુવાડા – સામાન્ય સ્ત્રી
ઝોબાળા – બિનઅનામત સામાન્ય



