રાજકોટની પંચનાથ હોસ્પિટલ હવે PSU ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે જોડાઈ; 30થી વધુ વીમા અને TPA કંપનીઓ સાથે એમ્પેનલમેન્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની પંચનાથ હોસ્પિટલ દર્દીઓ માટે સારવારને વધુ સરળ અને સુલભ બનાવતા એક મહત્વપૂર્ણ પગલા રૂપે હવે ૠઈંઙજઅ/ઙઙગ (ઙયિરયિયિમ ઙજ્ઞિદશમયિ ગયિૂંજ્ઞસિ) સાથે જોડાઈ ચૂકી છે. આ જોડાણથી દેશની મુખ્ય ઙજઞ ઇન્સ્યોરન્સ કંપનીઓ જેમ કે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, નેશનલ ઇન્સ્યોરન્સ, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ અને ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ દ્વારા હોસ્પિટલમાં કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ થઈ છે.
ૠઈંઙજઅ ઉપરાંત, પંચનાથ હોસ્પિટલ હાલમાં યુનાઈટેડ હેલ્થ કેર પારેખ, મેડી અસિસ્ટ, એમ.ડી. ઈન્ડિયા, પેરામાઉન્ટ હેલ્થ સર્વિસિસ, ઈ-મેડિટેક, હેરિટેજ હેલ્થ, ફોકસ હેલ્થ, ફેમિલી હેલ્થ પ્લાન, રક્ષા હેલ્થ, વિડાલ હેલ્થ સહિત 30થી વધુ જાણીતી વીમા અને ઝઙઅ કંપનીઓ સાથે એમ્પેનલ (જોડાયેલ) છે. આ સુવિધાથી તમામ વીમાધારક દર્દીઓને વધુ સુવ્યવસ્થિત અને સરળ સારવારની સગવડ પ્રાપ્ત થશે.
પંચનાથ હોસ્પિટલ અતિ રાહતદરે સારવાર કરવામાં માને છે, જેથી કેશલેસ સુવિધાનો ઉપયોગ કરનાર દર્દીઓ પર ભવિષ્યમાં પ્રીમિયમનો ભાર ન વધે. મેડિકલ/કેશલેસ સુવિધાનો ઉપયોગ કરીને સારવાર કરાવવા ઈચ્છતા દર્દીઓ, આગોતરા કેશલેસ સંબંધિત કામગીરી સંભાળતા શ્રીમતી સીમાબેનનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો પૂર્ણ કરાવી શકે છે. ઇન્શ્યોરન્સ કંપની પાસેથી હોસ્પિટલ ખર્ચની આગોતરી મંજૂરી મેળવી નિદાન, સારવાર અથવા ઓપરેશન કરાવી શકાય છે.
જોકે સામાન્ય રીતે ખર્ચની મંજૂરી મેળવવામાં 6 થી 12 કલાક જેટલો સમય લાગી શકે છે, તેમ છતાં પંચનાથ હોસ્પિટલ મંજૂરીની રાહ જોયા વિના દર્દીની તાત્કાલિક જરૂરિયાત મુજબ ઇમરજન્સીમાં તરત સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવે છે.
પંચનાથ હોસ્પિટલમાં જનરલ સર્જરી, ઓર્થોપેડિક સર્જરી (ઘૂંટણ બદલવા સહિત), ગાયનેક સર્જરી, ડેન્ટલ સર્જરી, આંખના ઓપરેશન, પેટ તથા આંતરડાની સર્જરી, પથરીની સર્જરી, કિડની, લીવર, નાક-કાન-ગળા સંબંધિત તમામ પ્રકારની સર્જરી અને ઓપરેશનો કરવામાં આવે છે. આ ઉપરાંત, ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, લકવો, આંચકી, દમ-શ્વાસના રોગો, ડાયાબિટીસ સંબંધિત રોગો, હરસ, મસા, હર્નિયા, ભગંદર વગેરે રોગોના દર્દીઓની સારવાર પણ ઉપલબ્ધ છે.



