મથુરામાં યમુના એક્સપ્રેસ-વૅ પર ધુમ્મસના કારણે ભયાનક અકસ્માત
17 થેલીમાં મૃતદેહોનાં ટુકડાં લઈ જવાયા, 66 લોકો ઘાયલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર ધુમ્મસના કારણે 8 બસો અને 3 કારો અથડાઈ. ટક્કર થતાં જ ગાડીઓમાં આગ લાગી ગઈ. 13 લોકો જીવતા બળી ગયા. 66 લોકો ઘાયલ છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે, કારણ કે બસોમાંથી કપાયેલા અંગો મળ્યા છે. પોલીસે તેમને 17 પોલિથીન બેગમાં ભરીને લઈ ગઈ છે. હવે ડીએનએ ટેસ્ટથી તેમની ઓળખ કરવામાં આવશે.
આ દુર્ઘટના થાણા બલદેવ વિસ્તારમાં માઇલસ્ટોન 127 પર થઈ. પોલીસ, ફાયર બ્રિગેડ અને જઉછઋના 50 જવાનો અને 9 પોલીસ સ્ટેશનોની પોલીસે 6 કલાકમાં બચાવ કામગીરી પૂરી કરી. દુર્ઘટનાના કારણે એક્સપ્રેસ-વે પર 3 કિમી લાંબો જામ લાગી ગયો હતો.
ટક્કર પછી રાહદારીએ પોલીસને ફોન કરીને જાણ કરી. પોલીસ પહોંચે તે પહેલા આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રત્યક્ષદર્શી ભગવાન દાસે જણાવ્યું કે ટક્કર પછી એવું લાગ્યું જાણે બોમ્બ ફાટ્યો હોય. લોકો બસોના કાચ તોડીને બહાર કૂદી રહ્યા હતા. થોડી જ વારમાં બસો બળીને રાખ થઈ ગઈ. 10 મિનિટ પછી પોલીસ પહોંચી અને બચાવ કામગીરી શરૂ થઈ. અમે બસમાંથી ઘણાબધા મૃતદેહો બહાર કાઢ્યા.
20 એમ્બ્યુલન્સથી 150 લોકોને હૉસ્પિટલ મોકલવામાં આવ્યા
- Advertisement -
મૃતદેહોના અવશેષો પરથી ઉગઅ ટેસ્ટ કરી ઓળખ થશે
મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત
ઇજાગ્રસ્તોને 20 એમ્બ્યુલન્સ દ્વારા મથુરા જિલ્લા હોસ્પિટલ અને વૃંદાવન સંયુક્ત જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. ત્યારબાદ ગંભીર ઇજાગ્રસ્તોને આગ્રા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા. પોલીસે બસોમાંથી મુશ્કેલીથી મૃતદેહોને બહાર કાઢ્યા. જ્યારે, સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો માટે 2-2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી.
એક્સપ્રેસ-વે પર ગાઢ ધુમ્મસ હતું. માઇલસ્ટોન 127 પર અચાનક સ્લીપર બસની સામે ધુમ્મસ આવી ગયું. આને કારણે ડ્રાઇવરે બ્રેક મારીને સ્પીડ ધીમી કરી. ત્યારબાદ પાછળ ચાલી રહેલી 6 બસો અને 4 કારો અથડાઈ ગઈ. ટક્કરથી એસી બસમાં આગ લાગી ગઈ. લોકોને ભાગવાનો પણ મોકો મળ્યો નહીં.
પાસના ગામના રહેવાસી ભગવાન દાસે જણાવ્યું કે- જ્યારે ગાડીઓ એકબીજા સાથે અથડાઈ ત્યારે એવું લાગ્યું કે ગોળીબાર થયો હોય. જોરદાર ધડાકો થયો. આખું ગામ તાત્કાલિક અહીં દોડી આવ્યું. બધા લોકોએ તરત મદદ કરી. લગભગ 20 એમ્બ્યુલન્સ દ્વારા 100-150 લોકોને લઈ જવામાં આવ્યા. જ્યારે અકસ્માત થયો ત્યારે ધુમ્મસ ઓછી હતી. બે-ત્રણ કાર અને 6 બસો બળી ગઈ છે.
ઈખઘ રાધા બલ્લભે જણાવ્યું કે 2 ટીમ પોસ્ટમોર્ટમ કરશે. મૃતદેહોની ઓળખ માટે ઉગઅ ટેસ્ટ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાખવા માટે 17 બેગ પહોંચી છે. તેમાં બળી ગયેલા લોકોના ટુકડા રાખવામાં આવ્યા છે. આ બધા અકસ્માત સ્થળેથી લાવવામાં આવ્યા છે. ઈખઘએ જણાવ્યું કે સામાન્ય રીતે એક બેગમાં એક મૃતદેહ આવે છે, પરંતુ અકસ્માતમાં આગ લાગી હોવાથી તપાસ પછી જ કંઈક કહી શકાશે.
કારમાં અવાજ આવ્યો તો ગાડી રોકી, પાછળથી ઘણી બસો અથડાઈ ગઈ
પ્રત્યક્ષદર્શી સુનીલ કુમાર યાદવે જણાવ્યું- અમે લોકો જૌનપુરથી મંત્રીના ઘરેથી આવી રહ્યા હતા. દિલ્હી જઈ રહ્યા હતા. ખૂબ અંધારું છવાયેલું હતું. રસ્તામાં અચાનક ગાડીએ અવાજ કર્યો. અમે લોકો ઉતાવળે ઉતર્યા, જેવો પોતાની કારનો દરવાજો ખોલીને નીચે ઉતર્યા તો પાછળથી બસો એક પછી એક અથડાવા લાગી. ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ. કોઈ બસમાંથી ઉતરવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું તો કોઈ કાચ તોડીને કૂદી રહ્યું હતું. અન્ય એક પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું કે પહેલા અચાનક જોરદાર આંચકો લાગ્યો અને જોતજોતામાં ગાડીઓમાં આગ લાગી ગઈ. ટક્કર પછી અફરાતફરી મચી ગઈ, લોકો ચીસો પાડવા લાગ્યા અને થોડી જ પળોમાં બસો અને કારોમાંથી ધુમાડો અને આગની જ્વાળાઓ ઉઠવા લાગી. આસપાસ હાજર લોકોએ તરત મદદ શરૂ કરી અને ઘાયલોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.



