ખાસ-ખબર ન્યૂઝ હળવદ
હળવદ નગર પાલિકા દ્વારા હળવદ મધ્યે આવેલ આનંદ પાર્ક ચૂંટણી બુથ થી પ્રમુખ સ્વામી મંદિર સુબીધી તેમજ શિવમ ઝેરોક્ષ થી વસંતપાર્ક ના ગેટ સુધી ના રોડ ના નવીનીકરણ અંત્રગત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આ રોડ યું.ડી.પી-88યોજના અંતર્ગત રૂપિયા 10.84 લાખ કરતા વધુ ના ખર્ચે બનાવવા મા આવશે જે અંદાજે 150 મીટર ની લંબાઈ થી અને મીટર 7.50 ની પોહડાઇ થી બનાવવા મા આવશે. તેમજ રૂપિયા 19.63 લાખ ના ખર્ચે થી 220 મીટર લંબાઈ તથા 8.50 મીટર પહોળાઈ થી બનાવવા મા આવશે.
જે કાર્યક્રમમા ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું તથા હળવદ નગર પાલિકા ના પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ તેમજ નગર પાલિકા ના ઉપપ્રમુખકારોબારી ચેરમેન તેમજ તમામ સદસ્ય અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



