જાનથી મારી નાખવાની ધમકી આપતા પિતા-પુત્ર સામે ચાર સામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મૂળ બિહારના હાલ અમદાવાદ રહેતા અને કઠવાડા વિસ્તારમા આવેલ ઓમ ઓટોમેશન નામના કારખાનમા નોકરી કરતા નીરજ દિનેશભાઈ મહતો ઉ.35એ ધનંજય લાલોરાય મહતો, વિવકે ધનંજય મહતો, રાજુ પાસવાન અને એક અજાણ્યા શખ્સ સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.7 ઓગષ્ટના રોજ મારા બહેન બિંદુદેવી રાજકોટ ખાતે ગોંડલ રોડ ઉપર રહેતા હોય હુ ત્યા રક્ષાબંધનનો તહેવાર મનાવવા આવ્યો હતો અને બીજા દિવસે સવારે આઠેક વાગ્યે હુ રાધીકા રેસીડેન્સી ખાતે રહેતા મારા મિત્ર અમરદિપના ઘરે રોકાવા ગયો હતો અને તારીખ 9ના રોજ મારી તબિયત ખરાબ હોવાથી હુ અમરદિપના ઘરે સુતો હતો ત્યારે અહી રાજકોટમા જ રહેતા અને અગાઉ હુ જેને ત્યા ફેબ્રીકેશનનુ કામ કરતો હતો તે ધનંજયની પત્ની કિરણદેવી ત્યા આવેલ અને તેણે ધનંજયને હુ અમરદિપના ઘરે રોકાયો હોવાનુ જણાવ્યુ હતુ થોડીવાર પછી ધનંજયનો દિકરો વિવેક ત્યા આવેલ અને મને કહેલ કે ચાલો મારી સાથે મારા પપ્પા તમને બોલાવે છે એમ કહેતા મારી તબિયત સારી નહી હોવાથી મે તેને સાથે જવાની ના પાડી હતી તેણે ધનંજયને ફોન કરી મેં સાથે આવવાની ના પાડી છે તેવુ જણાવ્યુ હતુ ત્યાર પછી ધનંજય, રાજુ અને એક અજાણ્યો શખ્સ આવ્યા હતા અને 2019-20માં પગારના નાણા બાબતે અમારે મનદુ:ખ થયું હતુ તે વાત કરી મને ગાળો ભાંડી ચારેયે ઝપા-ઝપી કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો અને ત્યારે મારા મિત્ર અમરદિપની પત્ની મનીષાબેન વચ્ચે પડતા તેણે મને બચાવ્યો હતો અને ધનંજયે મને કહેલ કે હવે અમને તુ ક્યાંક સામે મળીશ તો તને જાનથી મારી નાખીશુ તેવી મને ધમકી આપી હતી જેથી આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



