અંગારક યોગ 18 વર્ષ પછી કુંભ રાશિમાં બનશે કારણ કે મંગળ અને રાહુ 2026 માં સંરેખિત થશે. આ દુર્લભ ગ્રહોની ઘટના કેટલીક રાશિઓ માટે પડકારો અને નકારાત્મક અસરો લાવી શકે છે. શોધો કે કયા સંકેતો પર સાવચેત રહેવાની જરૂર છે.
વર્ષ 2026 શરૂ થવામાં થોડા જ દિવસોનો સમય રહી ગયો છે. એવામાં જ્યોતિષોના જણાવ્યાનુસાર, હંમેશા નવા વર્ષની શરૂઆત અમુક શુભ અને અમુક અશુભ યોગ સાથે થાય છે. જેનો સીધો પ્રભાવ માનવ જીવન પર પડે છે. દ્રિક પંચાંગ અનુસાર, વર્ષ 2026માં ગ્રહોના સેનાપતિ મંગળ અને માયાવી-પાપી ગ્રહ રાહુ મળીને કુંભ રાશિમાં અંગારક યોગનું નિર્માણ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
- Advertisement -
વૈદિક શાસ્ત્ર અનુસાર, અંગારક યોગના કારણે અનેક રાશિના જીવનમાં ઉથલ-પાથલ, આર્થિક સ્થિતમાં ઉતાર-ચઢાવ અને ધનહાનિ જોવા મળશે. ચાલો જાણીએ આ અંગારક યોગથી કઈ રાશિને લગભગ 1 મહિના સુધી કષ્ટ સહન કરવા પડશે.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે આ સમય ઉતાવળ અને આવેશ પર નિયંત્રણ રાખનારો રહેશે. નાની એવી વાત પર ગુસ્સો વધી શકે છે, જે સંબંધોમાં તણાવ ઊભા કરી શકે છે. કારકિર્દીમાં પણ ઉતાવળે નિર્ણય લેવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. વાહન ચલાવતા સમયે દુર્ઘટના થઈ શકે છે. આર્થિક મામલે ઉતાર-ચઢાવ રહેશે. તેથી સમજી-વિચારીને રોકાણ કરવું જરૂરી છે.
- Advertisement -
કન્યા
કન્યા રાશિના જીવનમાં આ યોગ માનસિક તણાવ લાવી શકે છે. ઘર-પરિવારના કોઈ જૂના મુદ્દા ફરી ઉભરી શકે તેવી સંભાવના છે. કામનું વધતું ભારણ મનમાં તણાવ લાવી શકે છે, જેનાથી ચિડીયાપણું વધશે, સ્વાસ્થ્યના મામલે પેટ અને રક્તચાપ સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે. આ સમયગાળામાં શાંત રહીને સંબંધો અને કામ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી રહેશે.
મકર
મકર રાશિના જાતકો ઓફિસ પોલિટિક્સ અને અંગત જીવન બંનેમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે, કોઈ સહકર્મી સાથે ગેરસમજણ અથવા વિરોધની સ્થિતિ બની શકે છે. પાર્ટનરશીપમાં પણ તણાવ વધવાની સંભાવના છે. જોખમ લેવાની પ્રવૃત્તિ આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. પરિવાર સાથે વાદ-વિવાદ વધી શકે છે તેથી વાણી પર સંયમ ખૂબ જ જરૂરી છે. રોકાણ કરતા પહેલાં કોઈપણ સલાહકારની સલાહ જરૂર લો, નહીંતર નુકસાન વેઠવું પડી શકે છે.




