સપ્તાહ પૂર્વે ભાગી ગયા હતા: હોસ્પિટલમાં હોબાળો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અઢી અક્ષરના પ્રેમ પાછળ પ્રેમી પંખીડા ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે ત્યારે રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રહેતા પરણિત પુરુષ અને તરુણી વચ્ચે પ્રેમ સંબંધ હોય સપ્તાહ પૂર્વે ઘર છોડીને બંને ભાગી ગયા હતા પરિવારજનોએ બંનેની શોધખોળ શરુ કરી હતી તે દરમિયાન આજે બંને રાણપુર તરફથી બસમાં રાજકોટ આવવા રવાના થયા હતા ત્યારે તરુણીએ બસમાં ઝેરી દવા પી લીધી હતી જયારે યુવકે રાજમોતી ઓઇલ મિલ પાસે ઝેરી દવા પી લેતા બંનેને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ અહીં બનેંના ટૂંકી સારવાર દરમિયાન મોત થતા બંનેના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો બનાવને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ગંજીવાડામાં શેરી નંબર 1માં રહેતી રાજલબેન સંજયભાઈ કિહલા ઉ.17 નામની તરુણી અને આ જ વિસ્તારમાં રહેતો રવિભાઈ મકવાણા ઉ.33 બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય બંને એકાદ સપ્તાહ પૂર્વે ઘર છોડીને ભાગી ગયા હતા પરિવારજનો એક નહીં થવા દે તેવી બીકે બંને રાણપુર તરફ ભાગી ગયા હતા બંનેના પરિવારજનોએ બંનેની શોધખોળ શરુ કરી હતી પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો દરમિયાન આજે બંને રાણપુર તરફથી બસમાં રાજકોટ આવવા નીકળ્યા હતા ત્યારે સમાજ એક નહીં થવા દે તેવી બકે રાજલએ બસમાં ઝેરી દવા પી લીધી હતી જયારે રવિએ રાજકોટ પહોંચી રાજમોતી ઓઇલ મિલ પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી બંનેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર શરુ કરી હતી દરમિયાન બનાવની જાણ થતા બંનેના પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલે ધસી આવ્યા હતા પરંતુ અહીં ટૂંકી સારવાર દરમિયાન બંનેના મૃત્યુ નિપજ્યા હતા બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે મૃતક રવિના અગાઉ લગ્ન થઇ ગયા છે અને તેના છૂટાછેડા થઇ ગયા છે તેને સંતાનમાં એક દીકરી છે તેને વિસ્તારમાં જ રહેતી રાજલ સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને બંને ભાગી ગયા હતા બંનેના મોત થતા બંને મૃતકના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં બાખડી પડ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો પરિસ્થિતિ વણસે તે પૂર્વે પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો.



