રિમાન્ડ પુરા થતા કોર્ટે ગેંગ લીડર મુરઘાને છોટાઉદેપુર જેલમાં ધકેલી દીધો
4ને ભુજ-4ને ભરૂચ, 3ને પોરબંદર-3ને નવસારી, પાલનપુર 1-રાજપીપળા જેલમાં 1 ધકેલાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના મંગળા રોડ પર અંધાધૂંધ ફાયરિંગ કરી રીતસરનું ભયનું લખલખું ઉભું કરનાર પેંડા અને મુરગા ગેંગ સામે ક્રાઈમ બ્રાંચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી અગાઉ પેંડા ગેંગના 17 આરોપીઓને જુદી જુદી જેલમાં ધકેલી દીધા હતા ટાર બાદ ગઈકાલે ગુજસીટોકમાં રિમાન્ડ પર રહેલા મુરઘા ગેંગના 17 સભ્યોના રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામને રાજ્યની જુદી-જુદી જેલોમાં ધકેલી દેવા હુકમ કરતા ક્રાઇમ બ્રાન્ચે ગેંગ લીડર મુરઘાને છોટા ઉદેપુર જેલમાં 4ને ભુજ-4ને ભરૂચ, 3ને પોરબંદર-3ને નવસારી, પાલનપુર 1-રાજપીપળા જેલમાં 1 ધકેલી દેવાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ગુજસીટોકના ગુણમાં પકડાયેલા પેંડા ગેંગના તમામ 17 સભ્યોને અગાઉ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે તેમજ મુરઘા ગેંગના 17 આરોપીઓની ધરપકડ થઇ ચુકી છે જયારે ચાર સભ્યો હજૂ વોન્ટેડ છે બંને ગેંગના 38 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો બંને ગેંગ દ્વારા મંગળા રોડ પર અંધાધૂંધ ફાયરિંગ કરાયા બાદ કાયદો-વ્યવસ્થાની સ્થિતિને લઈને પ્રશ્નો ઉપસ્થિત થતાં આખરે બંને ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી દરમિયાન મુરઘા ગેંગના પકડાયેલા 17 આરોપીઓના રિમાન્ડ ગઈકાલે પુરા થતા સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જે તમામને જેલહવાલે કરવાનો હુકમ કરતા ક્રાઇમ બ્રાન્ચે તમામને જુદી જુદી જેલમાં ધકેલી દીધા છે.



