ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાએ વનકર્મી યુવતી સાથે ભાગી જવા હત્યાનો કારસો રચ્યો; 4 વર્ષથી પ્રેમ, હત્યા બાદ ઘરથી 20 ફૂટ દૂર દાટ્યા
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
- Advertisement -
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારી અઈઋ (આસિસ્ટન્ટ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલા દ્વારા પત્ની અને બે સંતાનોની હત્યાના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હત્યાનો માસ્ટરમાઇન્ડ શૈલેષ ખાંભલા એક વનકર્મી યુવતીના પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે રહેવા માટે તેણે આખું પ્લાનિંગ કર્યું હતું.
શૈલેષ ખાંભલાનું દાહોદથી જૂનાગઢ પોસ્ટિંગ થયા બાદ તેનો સંપ્રક યુવતી સાથે થયો હતો. આશરે 4 વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને સાથે રહેવા માટે પરિવાર કાંટારૂપ લાગતા તેણે હત્યાનો કારસો રચ્યો હતો.
નવેમ્બર મહિનામાં શૈલેષ ખાંભલાએ ભાવનગરમાં આવેલા કાચના તળાવ સામેની ફોરેસ્ટ કોલોની પાસે પોતાની પત્ની, પુત્ર અને પુત્રીની તકિયાથી મોં દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ ત્રણેયના મૃતદેહને ઘરથી માત્ર 20 ફૂટ દૂર જ દાટી દીધા હતા. 16 નવેમ્બરના રોજ આ હત્યાનું સત્ય બહાર આવ્યું હતું.
તપાસમાં ખુલ્યું છે કે હત્યા દરમિયાન વનકર્મી યુવતી સતત તેના સંપર્કમાં હતી અને બંનેએ પાસપોર્ટ પણ તૈયાર કરાવી દીધા હતા, જેથી તેઓ જલ્દી જ ભાગી જઈ શકે. હાલમાં પોલીસ દ્વારા સીડીઆર એનાલાઇઝિંગ સહિતની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.



