રૂપિયા 1 હજારથી રૂપિયા 1 લાખની લાંચની માંગણી: પોલીસ, ઙૠટઈક, ખાણ-ખનીજ અને કલેક્ટર કચેરી સ્ટાફ સૌથી વધુ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં કામ કરાવવા માટે નાણાં ધરવા પડતા હોવાની બુમરાડો વચ્ચે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જિલ્લામાં છેલ્લા 6 વર્ષમાં લાંચ લેવાના કુલ 25 ગુનાઓ નોંધાયા છે, જેમાં 42 કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથ પકડાયા છે. આ કર્મચારીઓએ ₹1 હજારથી લઇને ₹1 લાખ સુધીની લાંચની માંગણી કરી હતી. લાંચ લેતા પકડાયેલા કર્મચારીઓમાં સૌથી વધુ સંખ્યા પોલીસ, ઙૠટઈક, ખાણ-ખનીજ, મામલતદાર કચેરી અને કલેક્ટર/પ્રાંત કચેરીના સ્ટાફની છે, જેમાં ક્લાસ-વન અધિકારીથી લઈને નાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ, ગુનો સાબિત થાય તો લાંચ લેનાર અધિકારી સામે 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. અઈઇની આ ફરિયાદોમાં લાંચ ઉપરાંત અપ્રમાણસર મિલકતો પણ સામે આવી હતી.
એક કેસમાં ₹5.40 કરોડની, બીજા કેસમાં ₹88.84 લાખની અને 2024ના ગુનામાં ₹3.31 લાખની ગેરકાયદે મિલકતો પકડાઈ હતી. આ આંકડાઓ દર્શાવે છે કે સુરેન્દ્રનગરમાં સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર ઊંડા મૂળ નાખી ચૂક્યો છે.



