સસ્પેન્ડ કરાયેલા TMC ધારાસભ્ય હુમાયુ કબીરના સમર્થકો માથા પર ઈંટો લઈને નીકળ્યા: 3 હજાર સુરક્ષા જવાનો તહેનાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પશ્ર્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં આવેલા બેલડાંગામાં તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીર શનિવારે બાબરી મસ્જિદનો પાયો નાખવાની તૈયારી કરી રહ્યા છે. તેમના સમર્થકો સવારથી માથા પર ઈંટો લઈને નિર્માણ સ્થળ તરફ જવા નીકળ્યા છે. બેલડાંગા સહિત આસપાસનો વિસ્તાર આજે હાઈ એલર્ટ પર છે. કોલકાતા હાઈકોર્ટે શુક્રવારે મસ્જિદ નિર્માણ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું- કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે.
હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારે બેલડાંગા અને રાનીનગર પોલીસ સ્ટેશનના વિસ્તાર અને આસપાસ સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સની 19 ટીમો, રેપિડ એક્શન ફોર્સ, બીએસએફ, સ્થાનિક પોલીસની અનેક ટીમો સહિત 3 હજારથી વધુ જવાનો હેનાત કર્યા છે. હુમાયુ કબીરે 25 નવેમ્બરે કહ્યું હતું કે તેઓ 6 ડિસેમ્બરે અયોધ્યામાં વિવાદિત માળખાના ધ્વંસના 33 વર્ષ પૂરા થવા પર બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરશે. ઝખઈએ 4 ડિસેમ્બરે હુમાયુ કબીરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
હાઈકોર્ટના નિર્દેશ બાદ શુક્રવારે પ્રશાસને ધારાસભ્ય હુમાયુ કબીરની ટીમ સાથે બેઠક કરી હતી. કબીરે કહ્યું કે તેઓ શનિવારે બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરશે. આખો કાર્યક્રમ વહીવટી માર્ગદર્શિકા મુજબ જ કરવામાં આવશે.
હુમાયુએ જણાવ્યું કે કાર્યક્રમમાં સાઉદી અરેબિયાથી ધાર્મિક નેતાઓ આવી રહ્યા છે. 25 વીઘામાં કાર્યક્રમ યોજાવાનો છે. 150 ફૂટ લાંબો અને 80 ફૂટ પહોળો સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. 400થી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. 3 લાખથી વધુ લોકો તેમાં એકઠા થશે. કાર્યક્રમમાં આવનારા લોકો માટે 60 હજારથી વધુ બિરયાની પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. 3 હજારથી વધુ સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળશે. કાર્યક્રમ સ્થળ ગઇં-12ની નજીક છે. ટ્રાફિક વ્યવસ્થા ન બગડે, તેની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.
આ મુસ્લિમ વોટ બેંક આકર્ષવાની રાજનીતિ: ભાજપ
ભાજપ નેતા દિલીપ ઘોષે મુર્શિદાબાદમાં બાબરીના નામે મસ્જિદના શિલાન્યાસ પર કહ્યું- આજે શૌર્ય દિવસ છે, સંહતિ દિવસ નથી. આજના દિવસે બાબરી ઢાંચાને હટાવવામાં આવ્યો, વિદેશી આક્રમણકારોના નિશાનને ખતમ કરી દેવામાં આવ્યું. કોર્ટના આદેશ બાદ ત્યાં એક ભવ્ય રામ મંદિર બન્યું. લોકો તે લોકોને ઓળખવા લાગ્યા છે જેઓ રાજકીય લાભ માટે મુસલમાનોને ગેરમાર્ગે દોરે છે. ઝખઈ અને હુમાયુ કબીર વચ્ચે તાલમેલ છે. આ મુસ્લિમ વોટ બેંક ખેંચવાની રાજનીતિ છે.



