15 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ: અરજદારો તથા ઇં-4 આશ્રિતોને પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પબ્લિક કરવું પડશે
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.5
- Advertisement -
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇં-1ઇ વિઝા નિયમોમાં કડકાઈના આદેશ આપ્યા છે. ઇં-1ઇ અરજદારોએ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સાર્વજનિક કરવું પડશે, જેથી અમેરિકી અધિકારી અરજદારની પ્રોફાઇલ, સોશિયલ મીડિયા પોસ્ટ અને લાઇક્સ જોઈ શકે.
જો અરજદારની કોઈ પણ સોશિયલ મીડિયા એક્ટિવિટી અમેરિકી હિતોની વિરુદ્ધ દેખાઈ, તો ઇં-1ઇ વિઝા આપવામાં આવશે નહીં. ઇં-1ઇ ના આશ્રિતો (પત્ની, બાળકો અને માતા-પિતા) માટે ઇં-4 વિઝા માટે પણ સોશિયલ મીડિયા પ્રોફાઇલને પબ્લિક કરવી જરૂરી રહેશે.
આવું પહેલીવાર બન્યું છે, જ્યારે ઇં-1ઇ વિઝા માટે સોશિયલ મીડિયા પ્રોફાઇલની તપાસ જરૂરી કરવામાં આવી છે. નવા નિયમો 15 ડિસેમ્બરથી લાગુ થશે. ટ્રમ્પ પ્રશાસને તમામ દૂતાવાસોને આદેશ જાહેર કર્યા છે.
ઓગસ્ટથી સ્ટડી વિઝા ઋ-1, ખ-1 અને ઉં-1 તેમજ વિઝિટર વિઝા ઇ-1, ઇ-2 માટે સોશિયલ મીડિયા પ્રોફાઇલને પબ્લિક કરવાની અનિવાર્યતા લાગુ કરવામાં આવી છે. ઇં-1ઇ વિઝા શું છે- ડોકટરો, એન્જિનિયરો, સોફ્ટવેર પ્રોફેશનલ્સ જેવા ઉચ્ચ કુશળ વ્યાવસાયિકોને ઇં-1ઇ વિઝા જારી કરવામાં આવે છે. 1990માં અમેરિકી કોંગ્રેસમાં એક બિલ દ્વારા આ વિઝા અસ્તિત્વમાં આવ્યો.
ટ્રમ્પના આદેશની શું અસર- ભારતીયો પર સૌથી વધુ અસર પડશે, કારણ કે દર વર્ષે કુલ જારી થતા ઇં-1ઇ વિઝામાંથી 70% ભારતીય વ્યાવસાયિકોને જારી કરવામાં આવે છે. ઇં-1ઇ વિઝાની ફી કેટલી- પહેલા ફી લગભગ 9 હજાર ડોલર હતી, પરંતુ સપ્ટેમ્બર 2025માં ટ્રમ્પે તેને વધારીને લગભગ 90 લાખ રૂૂપિયા કરી દીધી.
આ વિઝાની અવધિ કેટલી છે- 3-3 વર્ષ માટે બે વાર જારી થાય છે. કુલ 6 વર્ષની અવધિ પછી, જો અરજદાર ઈચ્છે તો ગ્રીન કાર્ડ એટલે કે નાગરિકતા પહેલાના તબક્કા માટે અરજી કરી શકે છે.
ટ્રમ્પનો ઇં-1ઇ વિઝા પર 9 વર્ષમાં ક્યારેક હા, ક્યારેક ના વાળો વલણ રહ્યો છે. પહેલા કાર્યકાળમાં 2016માં ટ્રમ્પે આ વિઝાને અમેરિકી હિતોની વિરુદ્ધ ગણાવ્યો હતો. 2019માં આ વિઝાનું એક્સટેન્શન સસ્પેન્ડ કર્યું. ગયા મહિને જ યુ-ટર્ન લેતા કહ્યું- અમને ટેલેન્ટની જરૂર છે.
ટ્રમ્પે ઇં-1ઇમાં ફેરફાર ઉપરાંત 3 નવા પ્રકારના વિઝા કાર્ડ લોન્ચ કર્યા હતા. ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’, ‘ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ’ અને ‘કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ’ જેવી સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી છે. ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ (8.8 કરોડ કિંમત) વ્યક્તિને અમેરિકામાં અનલિમિટેડ રેસિડેન્સી (હંમેશા રહેવાનો) અધિકાર આપશે.
ભારત દર વર્ષે લાખો એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર સાયન્સના ગ્રેજ્યુએટ તૈયાર કરે છે, જે અમેરિકાની ટેક ઇન્ડસ્ટ્રીમાં મોટી ભૂમિકા ભજવે છે. ઇન્ફોસિસ, ઝઈજ, વિપ્રો, કોગ્નિઝન્ટ અને ઇંઈક જેવી કંપનીઓ સૌથી વધુ પોતાના કર્મચારીઓને ઇં-1ઇ વિઝા સ્પોન્સર કરે છે.
એવું કહેવાય છે કે ભારત અમેરિકાને સામાન કરતાં વધુ લોકો એટલે કે એન્જિનિયરો, કોડરો અને વિદ્યાર્થીઓની નિકાસ કરે છે. હવે ફી મોંઘી થવાથી ભારતીય પ્રતિભા યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, મિડલ ઇસ્ટના દેશો તરફ વળશે.



