નાગરિકો ચછ કોડ સ્કેન કરીને સીધી ફરિયાદ નોંધાવી શકશે; ટેક્સ બિલની વિગતો અને ગેરકાયદે બાંધકામની માહિતી ૠઈંજ મેપિંગ દ્વારા મળશે : જિલ્લાની પ્રથમ નગરપાલિકા બની
ખાસ-ખબર ન્યૂઝ પાટડી
- Advertisement -
પાટડી નગરપાલિકા દ્વારા શહેરના ડિજિટલ અને સુવ્યવસ્થિત સંચાલન તરફ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા શહેરની અંદાજિત 15,000થી વધુ મિલકતો (મકાનો અને દુકાનો) પર ચછ કોડ લગાવવામાં આવશે. આ યોજના અમલમાં મૂકનારી પાટડી જિલ્લાની આ પ્રથમ નગરપાલિકા બનશે.
આ ચછ કોડ દ્વારા નાગરિકોને અનેક સુવિધાઓ મળશે. સૌથી મહત્વની બાબત એ છે કે નાગરિકો આ કોડને સ્કેન કરીને કોઈપણ ફરિયાદ સીધી નગરપાલિકામાં નોંધાવી શકશે. આ કોડ દ્વારા મિલકતની તમામ વિગતો ઉપલબ્ધ થશે અને માલિકોને ટેક્સ બિલની વિગતો પણ મોબાઈલ પર મળી જશે.
પાટડી નગરપાલિકાના ટેક્સ ઇન્સ્પેક્ટર નીરવ સુથારે જણાવ્યું હતું કે, આ કોડ મિલકતના ટેનામેન્ટ નંબરના આધારે તૈયાર થશે. વધુમાં, ૠઈંજ મેપિંગના કારણે કોઈપણ સ્થળે થતું ગેરકાયદેસર બાંધકામ સરળતાથી પકડી શકાશે અને તેના પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાશે. આ સુવિધાનો લાભ લેવા માટે મિલકત માલિકોએ નગરપાલિકાની ટીમ પાસે આધાર-પુરાવા આપી માપણી કરાવી લેવી પડશે. નોંધનીય છે કે, વારાણસી અને ગોવા જેવા શહેરોમાં પણ આ પ્રકારની આધુનિક ચછ કોડ આધારિત યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં છે.



