નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે પર કોંગ્રેસે અચઈં 300થી વધુ હોવાનો મુદ્દો ઉઠાવ્યો; ગ્રીનરીના અભાવ અને ૠઈંઉઈ પ્રદૂષણ પર પગલાં લેવાની માગ : કોંગ્રેસના પ્રહાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આજે 2 ડિસેમ્બરના રોજ નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરાએ સંયુક્ત યાદી જારી કરીને રાજકોટમાં પ્રદૂષણના વધતા સ્તર સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાને યાદ કરીને તેમણે જણાવ્યું કે, ઔદ્યોગિક આપત્તિઓના નિયંત્રણ માટે આ દિવસ ઉજવાય છે, ત્યારે પ્રદૂષણ ન ફેલાવવા માટે દરેક નાગરિકે સામૂહિક જવાબદારી નિભાવવી પડશે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, રાજકોટ મેગા સિટીની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા (છખઈ) અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ૠઙઈઇ)ની નક્કર કામગીરીના અભાવે આજે રાજકોટની હવા ઝેરી બની છે. તેમના મતે, હવાની શુદ્ધતા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના પગલે શહેરમાં રોગચાળો વકર્યો છે.
યાદીમાં છખઈના આંકડા ટાંકીને જણાવાયું છે કે, સોરઠીયાવાડી, રૈયા ચોકડી અને ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (અચઈં) 300થી વધુ નોંધાયો છે. છખઈ દ્વારા પ્રદૂષણ માટે વાહનોને જવાબદાર ઠેરવવામાં આવે છે, પરંતુ કોંગ્રેસનો દાવો છે કે તેનું મુખ્ય કારણ ગ્રીનરીનો અભાવ છે. જિલ્લામાં બિનખેતી જમીનો કરી ઔદ્યોગિક એકમો બનાવવાથી જમીન અને હવા પ્રદૂષિત બની છે. વિકાસના નામે મહાનગરપાલિકાએ જ ત્રિકોણબાગ અને જયુબેલી રોડ વિસ્તારોના ઘટાદાર વૃક્ષોનો સોથ વાળી દીધો હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.
આજી ૠઈંઉઈ, મેટોડા ૠઈંઉઈ અને સાપર ૠઈંઉઈમાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા પ્રદૂષિત પાણી અને હવા અંગે પણ ૠઙઈઇ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. કોંગ્રેસે માગ કરી છે કે પ્રદૂષણ નિયંત્રણ માટે રાજકોટ શહેરના જાગૃત નાગરિકો પાસેથી સૂચનો મંગાવવા જોઈએ અને યોગ્ય સૂચનો આપનાર નાગરિકોને પ્રોત્સાહિત કરવા જોઈએ.
અંતમાં, કોંગ્રેસે સૂચન કર્યું કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે મળતી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય અને ૠઙઈઇ તથા છખઈ સંકલન સાધીને એર ક્વોલિટી મેનેજમેન્ટ સેલની રચના કરે, તો જ આગામી દિવસોમાં પ્રદૂષણને નિયંત્રણમાં લાવી શકાશે.



