ઘી, માવો, પનીર જેવી રોજિંદા વપરાશની ચીજોમાં મોટી માત્રામાં ભેળસેળ મળી આવી હોવાથી ગ્રાહકોમાં ચિંતા ફેલાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં વેચાતા ખાદ્યપદાર્થોની ચકાસણી દરમિયાન લેવામાં આવેલા 7 નમૂનાઓ ફેઈલ જાહેર થતાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર સમક્ષ કેસ ચાલી ગયા બાદ કુલ રૂ. 3,00,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઋજઠ વાન સાથે ફૂડ વિભાગે નિર્મલા કોન્વેન્ટ રોડ પર 21 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી હતી. વિસ્તારની ચકાસણી કરી હતી. ચકાસાયેલ સ્થળોમાં શિવશક્તિ ઘૂઘરા, જય ભવાની છોલે કુલ્ચા, દેવ ફાસ્ટફૂડ, સોનાલી પાઉભાજી, તિરુપતિ ઢોસા, શ્રી હરિ નમકીન, વિનોદ બેકર્સ, લાલા સુપરમાર્કેટ સહિતની પેઢીઓનો સમાવેશ થાય છે.
1. શ્રી સિયારામ વિજય પટેલ આઈસ્ક્રીમ ડેરી ફાર્મ – બોલબાલા માર્ગ
હ નમૂનો : ગાયનું શુદ્ધ ઘી (લુઝ)
હ આયોડિન, ઇછ રીડિંગ સહિતનાં વેલ્યૂ ધોરણ મુજબ નહીં
હ સિન્થેટીક કલર અને ફોરેન ફેટ મળી આવ્યા
હ દંડ : ₹1,80,000 – માલિક : આંબાલાલ ગિરધરભાઈ સાકરીયા
- Advertisement -
2. શ્રદ્ધા ગુલાબજાંબુ – માવો ભેળસેળ- મહાદેવવાડી મેઈન રોડ
હ નમૂનો : મોળો માવો (લુઝ)
હ વેજીટેબલ ઓઇલની હાજરી
હ ધોરણ મુજબની વેલ્યૂ નહીં
હ દંડ : ₹50,000 – માલિક : રૂપેશભાઈ દિનેશભાઈ પરમાર
3. શ્રી ખોડિયાર ડેરી ફાર્મ – કેસર શીખંડમાં કેસર જ નહીં! – મવડી
હ નમૂનો : કેસર શીખંડ (લુઝ)
હ સિન્થેટીક કલર મળ્યો
હ કેસરની ગેરહાજરી
હ દંડ : ₹20,000 – સંચાલક સોનું સિંહ યાદવ, માલિક વિજયભાઈ ઘાડિયા
4. નીલેશ ડેરી ફાર્મ – ચોકલેટ મોદકમાં કલરનું ઓવરડોઝ- નવા થોરાળા
હ નમૂનો : ચોકલેટ મોદક (મીઠાઈ)
હ ટાટ્રાઝીન ફૂડ કલર ધોરણ કરતાં વધુ
હ દંડ : ₹20,000 – સરનામું : નવા થોરાળા
5. વિશાલ ચાઇનીઝ પંજાબી – પનીરમાં વેજીટેબલ ફેટ- ભારતીનગર મેઈન રોડ
હ નમૂનો : પનીર (લુઝ)
હ ફોરેન ફેટ તથા તીલ ઓઇલ મળ્યું
હ રિચર્ટ મેશેલ વેલ્યૂ ઓછી
હ દંડ : ₹10,000 – માલિક : ગોપાલ દલબહાદુર થાપા
6. સન સિટી હવન – ઘીમાં વેજીટેબલ ફેટ- રૈયાધાર
હ નમૂનો : શુદ્ધ ઘી (લુઝ)
હ ધોરણ મુજબ વેલ્યૂ નહીં
હ વેજીટેબલ ફેટ અને તીલ ઓઇલ મળ્યું
હ દંડ : ₹10,000 – માલિક : કેવલભાઈ ખખ્ખર
7. હરે રામ હરે કૃષ્ણ ડેરી ફાર્મ – ઘીમાં ભેળસેળ- પેડક રોડ
હ નમૂનો : શુદ્ધ ઘી (લુઝ)
હ ઇછ અને રિચર્ટ વેલ્યૂ ધોરણ મુજબ નહીં
હ ફોરેન ફેટ મળી
હ દંડ : ₹10,000 – માલિક : મનસુખભાઈ ગોંડલિયા



