બોગસ સીમકાર્ડ કૌભાંડ મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને દૂરસંચાર અધિનિયમ હેઠળ નોંધાયેલા ’બોગસ સીમકાર્ડ’ મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. આ ગુનામાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા ખાસ ટીમ બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
એસઓજીને ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે આરોપીઓ અંગે સચોટ બાતમી મળી હતી. પીઆઈ આર. કે. પરમારની ટીમે બાતમીના આધારે બે આરોપીઓને જુદા જુદા સ્થળોએથી ઝડપી લીધા હતા. રોહિત ઉર્ફે વિશેષ ચંદ્રપ્રકાશ ગુપ્તા ઉંમર 40, રહે. હરિયાણા અમદાવાદ ખાતેથી ધરપકડ કરી જયારે રાહુલ બાલકૃષ્ણ પાટોળે ઉંમર 35, રહે. અમદાવાદ આણંદ જિલ્લાના કરમસદ ખાતેથી ધરપકડ કરી બંને શખ્સો બોગસ સીમકાર્ડ કૌભાંડમાં સંડોવાયેલા આ બંને આરોપીઓની અટકાયત કરી એસઓજીએ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ હાથ ધરી છે.



