“તેની સાથે મારો એક પુત્ર છે, તેનું મધ્યમ નામ શેખર છે, ચંદ્રશેખર પછી,” મસ્ક એક મુલાકાતમાં જણાવ્યું હતું.
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા અને સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્કે પોતાની પાર્ટનર શિવોન ઝિલિસને ‘હાફ ઇન્ડિયન’ ગણાવી છે. તેમણે જેરોધાના ફાઉન્ડર નિખિલ કામથ સાથે પોડકાસ્ટમાં આ વાત કહી. તેમણે કહ્યું કે, મને નથી ખબર કે તમે કે બીજા કોઈને આ વાત ખબર છે, પરંતુ શિવોન ઝિલિસ ‘હાફ ઇન્ડિયન’ છે. એટલું જ નહીં અમારા બાળકોમાંથી એક દીકરાના નામમાં મિડલ નામ શેખર છે. આ નામ ભારતીય અમેરિકન ભૌતિકશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા સુબ્રમણ્યમ ચંદ્રશેખરના નામ પરથી લેવામાં આવ્યું છે.
- Advertisement -
ઝિલિસ અને મસ્કને ચાર બાળકો છે
ઇલોન મસ્કે શિવોન ઝિલિસના પરિવાર અને તેમના પૈતૃક ઇતિહાસ વિશે પણ કેટલીક જાણકારી આપી. તેમણે કહ્યું કે, શિવોનનો ઉછેર કેનેડામાં થયો હતો. જ્યારે તે નાની હતી ત્યારે એક કપલે તેને દત્તક લીધી હતી. ઝિલિસ અને મસ્કને ચાર બાળકો છે: જોડિયા સ્ટ્રાઈડર અને એઝ્યોર, એક પુત્રી અર્કાડિયા અને એક પુત્ર સેલ્ડન લાઈકર્ગસ. ઝિલિસ મસ્કની માલિકીની કંપની ન્યુરાલિંકમાં ઓપરેશન્સ અને સ્પેશિયલ પ્રોજેક્ટ્સના ડિરેક્ટર છે.
ઝિલિસને દત્તક લેવામાં આવી હતી અને તેનો ઉછેર કેનેડામાં થયો
- Advertisement -
જ્યારે ઇલોન મસ્કને પૂછવામાં આવ્યું કે, શું ઝિલિસ ભારતમાં રહી છે? તેના જવાબમાં મસ્કે કહ્યું કે, ‘જ્યારે તે નાની હતી ત્યારે જ તેને દત્તક લેવામાં આવી અને તેનો ઉછેર કેનેડામાં થયો છે. મને વધુ જાણકારી નથી.’
વાતચીત દરમિયાન ઇલોન મસ્કે સ્વીકાર્યું કે, ‘અમેરિકાને ભારતીય પ્રતિભાથી ફાયદો થયો છે. મસ્કે કહ્યું કે, ભારતીય ઈજનેરો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકોએ અમેરિકાના ટૅક્નોલૉજીકલ અને વ્યવસાયિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મસ્કે H1-B વિઝા કાર્યક્રમ ચાલુ રાખવાનું પણ સમર્થન કર્યું છે.’




