AIને કારણે કોઇ પણ વ્યકિત કરી શકશે
ગૂગલના CEO સુંદર પિચાઈ વાઈબ કોડિંગના ફેન છે. વાઈબ કોડિંગ એક એવો કોન્સેપ્ટ છે જેમાં, કોઈપણ વ્યક્તિ કોઈ ટેકનીકલ જાણકારી વિના કોડિંગ કરી શકે છે અને એપ તથા વેબસાઈટ બનાવી શકે છે.
- Advertisement -
ઓપનએઆઈના કો-ફાઉન્ડર એન્ડ્રેજ કાર્પેથીએ વાઈબ કોડિંગ શબ્દનો પહેલી વાર ઉપયોગ કર્યો હતો. વાઈબ કોડિંગમાં નોન-ટેકનિકલ વર્કર કોઈપણ બ્રેકગ્રાઉન્ડ વગર કોડિંગ શીખી શકે છે અને પોતાના ફ્રી ટાઈમમાં પ્રોજેક્ટ બનાવી શકે છે. વાઈબ કોડિંગમાં તમે એઆઈ પાવર્ડ કોડિંગ પ્લેટફોર્મ જેવા કે, વિંડસર્ફ, ઓપનએઆઈના કોડેક્સ, અથવા કર્સર દ્વારા પ્રોજેક્ટ ડેવલપ કરી શકો છો અને એ પણ સામાન્ય ભાષામાં પ્રોમ્પ્ટ આપીને.
સુંદર પિચાઈએ કહ્યું કે, વાઈબ કોડિંગ કર્મચારીઓને પોતાના આઈડિયાને વિઝ્યુલાઈઝ કરવાની તાકાત આપે છે. ભલેને પછી કર્મચારી કોડિંગ વિશે જાણકાર ન હોય. જેમ જેમ, એઆઈ મોડલ્સ રિઝનિંગમાં નિપુણ થતા જશે તેમ તેમ વાઈબ કોડિંગ વધુ પોપ્યુલર થશે અને ટેક વર્કર માટે મહત્ત્વપૂર્ણ બની જશે.
ટેક કંપનીઓમાં વાઈબ કોડિંગની ટ્રેન્ડ જોવા મળી રહી છે. મેટાના પ્રોડક્ટ મેનેજર્સ પ્રોટોટાઈપ બનાવવા માટે વાઈબ કોડિંગનો ઉપયોગ કરે છે. ત્યારબાદ, માર્ક ઝકરબર્ગને આઈડિયા વિશે જણાવે છે. પિચાઈના કહેવા પ્રમાણે, આ ‘ક્રિએટિવ વેવ’ની શરૂઆત છે. થોડા સમયમાં એઆઈ ટૂલ્સ વધુ પાવરફૂલ બનશે. જેના કારણે કોડિંગ સામાન્ય વ્યક્તિ માટે આસાન બનશે.




