મૃતદેહની શોધખોળ માટે માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણી બંધ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે ગુરુવારે સવારના સમયે પિતા મહેશભાઈ ઠાકોરે પુત્ર દેવરાજ સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી જે બાદ ગ્રામજનો દ્વારા સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમ થકી બંને પિતા પુત્રના મૃતદેહની શોધખોળ આદરી છે પરંતુ ઘટનાના 36 કલાક બાદ પણ હજુ સુધી પિતા પુત્રનો મૃતદેહ હાથ લાગ્યો નથી ફાયર ટીમ દિવસના ટાઇમે જ્યારે સ્થાનિક તરવૈયા રાત્રીના સમયે સતત 36 કલાકોથી સતત મૃતદેહ શોધવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ પડતો હોવાથી મૃતદેહ શોધવામાં મુશ્કેલી પડી રહી હોવાનું તરવૈયા દ્વારા જણાવ્યું હતું જોકે અંતે ગ્રામજનો દ્વારા શુક્રવારે સવારે સંસદ અને સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરને નર્મદા કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કરવા રજૂઆત કરતા ધારાસભ્યે નર્મદા કેનાલનું પાણી બંધ કરવા માટે શુક્રવારે સવારે ભલામણ કરી હતી જેને લઇ કેનાલમાં પાણીની આવક બંધ કરાઈ છે છતાં મોડી રાત્રિ સુધી પિતા પુત્રના મૃતદેહ મળ્યા ન હતા.
- Advertisement -



