નેશનલ હેરાલ્ડ કેસ પર નિર્ણય ત્રીજી વાર ટળ્યો: આરોપીઓમાં રાહુલ-સોનિયાના નામ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનો ચુકાદો ત્રીજી વખત ટળી ગયો છે. નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે ઊઉની ચાર્જશીટ પર કોર્ટનો નિર્ણય આજે (શનિવારે) જાહેર થવાનો હતો, પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યો છે. નેશનલ હેરાલ્ડ કેસમાં ઊઉ ચાર્જશીટ પર રાઉઝ એવન્યુ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવવાની હતી પરંતુ હવે તે 16 ડિસેમ્બરે પોતાનો ચુકાદો સંભળાવશે. ચાર્જશીટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (ઙખકઅ) હેઠળ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સેમ પિત્રોડા, સુમન દુબે અને અન્ય ઘણા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓના નામ છે.
ઊઉએ આ નેતાઓ પર એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (અઉંક) સાથે સંકળાયેલી નાણાકીય ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે. આ કંપની જ ખરેખરમાં નેશનલ હેરાલ્ડ અખબાર પ્રકાશિત કરતી હતી.
કોર્ટે 14 જુલાઈએ દલીલો પૂરી થયા બાદ ચુકાદો 29 જુલાઈ સુધી સુરક્ષિત રાખ્યો હતો. ત્યારબાદ 8 ઓગસ્ટ અને 29 નવેમ્બરે ચુકાદો ટળ્યો. હવે કોર્ટ 16 ડિસેમ્બરે ચુકાદો સંભળાવશે.
ઊઉએ એપ્રિલમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે 661 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિઓ કબજે કરવા માટે નોટિસ જારી કરી છે. ઊઉ એ ઙખકઅ એક્ટની કલમ 8 અને નિયમ 5(1) અનુસાર સંબંધિત સંપત્તિ રજિસ્ટ્રારને દસ્તાવેજો સુપરત કર્યા હતા. ઊઉએ કબજે કરવામાં આવનાર સંપત્તિઓ ખાલી કરવાની માંગ કરી હતી.
- Advertisement -
આ સ્થાવર મિલકતો ઉપરાંત, ઊઉએ નવેમ્બર 2023માં ગુનાની આવકને સુરક્ષિત કરવા અને આરોપીને તેને નષ્ટ કરતા રોકવા માટે અઉંકના 90.2 કરોડ રૂપિયાના શેરને ટાંચમાં લીધા હતા.
ઊઉએ મુંબઈના બાંદ્રામાં હેરાલ્ડ હાઉસના 7મા, 8મા અને 9મા માળે આવેલા જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને પણ નોટિસ આપી હતી કે તે દર મહિને ભાડું ઊઉના નિર્દેશકના પક્ષમાં ટ્રાન્સફર કરે.
રાહુલ-સોનિયા પર ઊઉના 2 આરોપ
સોનિયા અને રાહુલ ગાંધીએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (અઉંક) હડપવાનો પ્રયાસ કર્યો. ઊઉ મુજબ, અઉંક ખોટમાં હતી. બે હજાર કરોડ રૂપિયાની સંપત્તિ હોવા છતાં, અઉંક કંપનીએ કોંગ્રેસ પાસેથી 90 કરોડ રૂપિયાની લોન લીધી અને ચૂકવી શકી નહીં. સામાન્ય રીતે આવી સ્થિતિમાં સંપત્તિઓ વેચવામાં આવે છે.
આ પછી, સોનિયા અને રાહુલે અઉંક હડપવાનું કાવતરું ઘડ્યું. આ માટે યંગ ઇન્ડિયન (ઢઈં) નામની કંપની બનાવવામાં આવી. આ કંપનીએ અઉંક નું અધિગ્રહણ કર્યું. ઢઈં માં સોનિયા અને રાહુલનો 76% હિસ્સો છે. આરોપ છે કે આ દેખાડવા પૂરતી ફન્ડિંગ હતી. ખરેખરમાં અઉંક સાથે કોઈ લેણદેણ કરવામાં આવી ન હતી.



