ઘરકંકાસ કારણભૂત હોવાથી પિતા પુત્ર મોત વ્હાલું કર્યા હોવાનું પ્રાથમિક તારણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પિતા પુત્રે એક સાથે કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં જસમતપુર ગામે રહેતા મહેશભાઇ મફતભાઈ ઠાકોર (ઉંમર : 35 વર્ષ) તથા તેઓના પુત્ર દેવરાજભાઈ મહેશભાઈ ઠાકોર (ઉંમર : 9 વર્ષ) વાળા ગુરુવારે સવારના સમયે અચાનક જસમતપુર ગામ નજીક કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.
- Advertisement -
આ બાબતની જાણ આજુબાજુના વાડી વિસ્તારમાં રહેતા મજૂરોને થતા તાત્કાલિક ગામના અન્ય ગ્રામજનોને જાણ કરતા ગ્રામજનો કેનાલ ખાતે દોડી ગયા હતા જ્યારે ગ્રામજનોએ તુરંત ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી આ તરફ બંને પિતા પુત્રની શોધખોળ માટે ધ્રાંગધ્રા ફાયર ટીમને પણ જાણ કરતા ફાયર ટીમ દ્વારા કેનાલમાં પિતા પુત્રની શોધખોળ આદરી હતી.
જોકે કલાકો સુધી શોધખોળ બાદ પણ મોદી સાંજ સુધી પિતા પુત્રના મૃતદેહ મળી આવ્યા ન હતા જ્યારે બંને પિતા પુત્રની આત્મહત્યા અંગે પ્રાથમિક દ્રષ્ટિએ ઘર કંકાશ હોવાનું સામે આવ્યું હતું છતાં સ્થાનિક પોલિસે મૃતદેહ મળ્યા બાદ આગળની તપાસ થશે તેમ જણાવ્યું હતું.



