ઉઝબેકિસ્તાનમાં CITESની બેઠકમાં સભ્ય રાષ્ટ્રોએ ભારતનું વલણ સ્વીકાર્યું; સુપ્રીમ કોર્ટની SITએ પણ કાયદેસરતા અને પારદર્શકતાને પુષ્ટિ આપી
ખાસ-ખબર ન્યૂઝ જામનગર
- Advertisement -
જામનગર સ્થિત વન્યજીવ સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર ’વનતારા’ને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી રાહત મળી છે. ગત રવિવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત ઈઈંઝઊજ (કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ) ની બેઠકમાં, સ્ટેન્ડિંગ કમિટી અને મોટાભાગના સભ્ય રાષ્ટ્રોએ વનતારા સામે પ્રાણીઓની આયાતના સંદર્ભમાં કોઈ પગલાં લેવા માટે પૂરતા પૂરાવા નથી તેવી પુષ્ટિ આપીને ભારતના વલણને નિર્ણાયક સમર્થન આપ્યું છે.
યુએન સંલગ્ન સંસ્થા ઈઈંઝઊજ સચિવાલયે સપ્ટેમ્બર 2025માં વનતારાની મુલાકાત લીધી હતી. તેના અહેવાલમાં સચિવાલયે વનતારાને આધુનિક માળખાગત સુવિધા અને અદ્યતન પશુચિકિત્સા સંભાળ ધરાવતી વિશ્વ-સ્તરીય, કલ્યાણકારી સંસ્થા તરીકે માન્યતા આપી હતી. અહેવાલમાં સ્પષ્ટ કરાયું હતું કે વનતારા ક્યારેય પણ કોઈપણ પ્રકારના ધંધાદારી પશુ વેપારમાં સામેલ નથી.
આ આંતરરાષ્ટ્રીય તારણો સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ) ના તારણો સાથે સંપૂર્ણપણે સુસંગત છે. જઈંઝ એ પણ અહેવાલ આપ્યો હતો કે, વનતારા સામેના તમામ મીડિયા અહેવાલો અને ફરિયાદો “નિરાધાર, પાયાવિહોણા અને કોઈપણ તથ્ય વિનાના” હતા. આ પરિણામ વનતારાના વન્યજીવ સંભાળ માટેના વિજ્ઞાન-આધારિત અને નૈતિક મોડેલને સુદૃઢ માન્યતા આપે છે.



