ઉદ્ગમ સ્કૂલને DEOનો ફટકો
સ્કૂલ દ્વારા ચોક્કસ વેન્ડર પાસેથી ખરીદીનો આગ્રહ રખાતો હતો
- Advertisement -
ડીડીઓએ નિયમભંગ બદલ દંડ કેમ ન કરવો તેનો ખુલાસો પુછ્યો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.27
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી જાણીતી ઉદગમ સ્કૂલ દ્વારા વાલીઓ પર સ્વેટર અને યુનિફોર્મની ખરીદી અંગે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (ઉઊઘ) એ કડક વલણ દાખવ્યું છે. ડીઈઓ કચેરીએ સ્કૂલને શો કોઝ નોટિસ ફટકારીને આરટીઈ એક્ટ મુજબ દંડનીય કાર્યવાહી કેમ ન કરવી તે અંગે ખુલાસો માંગ્યો છે.
વાલીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાન્ડના અને નક્કી કરેલા વેન્ડર પાસેથી જ શૂઝ, યુનિફોર્મ, સ્વેટર તથા સ્પોર્ટ્સ યુનિફોર્મ ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સ્કૂલની વેબસાઈટ પર પણ આ અંગેની વિગતો મૂકવામાં આવી છે, જે વાલીઓને પરોક્ષ રીતે ચોક્કસ જગ્યાએથી જ ખરીદી કરવા મજબૂર કરે છે.
ડીઈઓ દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે શિક્ષણ વિભાગના ઠરાવ અને ડિસેમ્બર 2014ની જોગવાઈઓનો ભંગ થયો છે. RTE એક્ટ 2009ની કલમ 17 અને 19 મુજબ નિયમભંગના પ્રથમ પ્રસંગે વિદ્યાર્થીદીઠ રૂ. 10,000નો દંડ કેમ ન કરવો? તે અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.



