3 લાખ નોકરી સર્જાશે: રિયલ એસ્ટેટમાં તેજીનું તોફાન આવશે, 77 કિમીમાં ભાવ આસમાને આંબશે
અમદાવાદમાં ભવ્યાતિભવ્ય સ્ટેડિયમો બનશે, નવા વીઆઈપી રોડથી લઈને હાઈટેક બ્રિજ બનશે, ખેલાડીઓને રહેવા માટે લક્ઝુરિયસ વિલેજથી લઈને ફરવા માટે આકર્ષક કેન્દ્રો ઉમેરાશે: રિવરફ્રન્ટ પરના કિનારે એવા નજરાણા ઊભા કરાશે કે ભલભલા અંજાઈ જશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
ગુજરાતનું અમદાવાદ દુનિયાના નકશામાં ચમકશે. દિલ્હી-મુંબઈ નહીં હવે ભારતની ઓળખ અમદાવાદથી થશે. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ શહેરની પસંદગી થતાં જ ગુજરાતના વિકાસમાં નવો અધ્યાય લખાયો છે. આ સાથે જ ઓલિમ્પિક 2036 માટે પણ અમદાવાદની યજમાની લગભગ નિશ્ર્ચિત થઈ ગઈ છે. આ બે વર્લ્ડ ક્લાસ ઈવેન્ટના આયોજનથી આખી દુનિયામાં અમદાવાદનું નામ ગુંજતું થશે. એટલો વિકાસ થશે કે અમદાવાદની સિકલ સાવ બદલાઈ જશે. વિશ્ર્વ જોતું રહી જાય એવા ભવ્યાતિભવ્ય સ્ટેડિયમો બનશે. નવા વીઆઈપી રોડથી લઈને હાઈટેક બ્રિજ બનશે. ખેલાડીઓને રહેવા માટે લક્ઝુરિયસ વિલેજથી લઈને ફરવા માટે આકર્ષક કેન્દ્રો ઉમેરાશે. મુખ્યત્વે રિવરફ્રન્ટ પરના કિનારે એવા નજરાણા ઉભા કરાશે કે ભલભલા અંજાઈ જશે. ટુરિઝ્મથી લઈને નોકરીની ડિમાન્ડ ઉભી થશે. રિયલ એસ્ટેટમાં એવી તેજી આવશે કે રોકાણ કરનારા માલામાલ થઈ જશે.
દેશમાં ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત થશે
- Advertisement -
અંદાજીત 30,000થી 35,000 કરોડના ખર્ચ થશે
તેમજ 3 લાખ જેટલી રોજગારી ઉભી થશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, આંતરરાષ્ટ્રી પતંગોત્સવ, રણ ઉત્સવના આયોજન થકી ગુજરાત વિદેશી રોકાણકારો અને પર્યટકોને આકર્ષવામાં સફળ રહ્યું છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કક્ષાની ઈવેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરી ગુજરાત ગ્લોબલ બિઝનેસ અને ટુરિઝમ હબ તરીકે સ્થાપિત થયું છે. અમદાવાદે 2036 ઓલિમ્પિક માટે દાવેદારી કરી છે. 2030 કોમનવેલ્થ ગેમ્સ, 2025 વેઈટ લિફ્ટિંગ, 2029 વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજન ગુજરાતમાં થવાનું છે. જે દેશમાં ગુજરાતને સ્પોર્ટસ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રકારની ઈવેન્ટના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સ્પોર્ટસ ક્ષેત્રે રોકાણો વધશે જેનો લાભ ગુજરાતના ખેલાડીઓને પણ થવાનો છે.
જાણવા મળ્યા મુજબ, 2030માં અમદાવાદમાં કોમનવેલ્થનું આયોજન થવાનું છે તેની પાછળ અંદાજિત 30 થી 35 હજાર કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. રમતગમતના સ્ટેડિયમ બનશે, ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ખૂબ વધારો થશે, જેના કારણે રોજગારીમાં પણ વધારો થશે. એરલાઈન્ટ અને હોટલ ઉદ્યોગનો બુસ્ટ મળશે. કોમનવેલ્થમાં જે રોકાણ થશે તે લાંબા ગાળાનું રોકાણ હશે એટલે તેનાથી ફાયદો જ થાય. દિલ્હીમાં પણ કોમનવેલ્થ ગેમ્સના કારણે ફાયદો જ થયો હતો.
આર્થિક બાબતોના એક જાણકારના જણાવ્યા મુજબ અમદાવાદમાં રમતગમત માટે જ 5 હજાર કરોડનો ખર્ચનો અંદાજ છે. જ્યારે ઈન્ફ્રાસ્ટ્રકચરનો ખર્ચ અલગ થશે. ગેમ્સના આયોજનના કારણે ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રકચર, ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ જેવા સેક્ટરને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે. ગેમ્સના આયોજનના કારણે અંદાજિત એક લાખ નવી રોજગારની તકોનું સર્જન થવાની શક્યતા છે.
કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદની ઑલિમ્પિક 2036 માટે દાવેદારી મજબુત
10 વર્ષમાં ગુજરાતને સ્પોર્ટ્સ કેપિટલ બનાવવાનો પ્લાન: ઓલિમ્પિક યોજવા અમદાવાદ-ગાંધીનગરનાં 22 સ્થળનો સર્વે થયો
ભારતીય અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદને યજમાન જાહેર કરવામાં આવ્યા બાદ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમયપત્રક પહેલાં તૈયાર થઈ જશે, આયોજકો ઓક્ટોબરમાં રમતોનું આયોજન કરવા માંગે છે.કોમનવેલ્થ ગેમ્સ ની યજમાની મળ્યાં બાદ હવે 2036 માં યોજાનારા ઓલિમ્પિક માટેની દાવેદારી વધુ મજબૂત બની છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી. ઉષાના નેતૃત્વ હેઠળના ભારતીય ટુકડીએ જણાવ્યું હતું કે 2010 દિલ્હી ગેમ્સની તૈયારીઓમાં ‘કેટલાક પડકારો’નો સામનો કરવા માટે દેશ આ વખતે સારી રીતે તૈયાર છે.
2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજવા માટેની તૈયારીઓ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ આ ટાઇમલાઇનમાં સૌથી પહેલું કામ જાહેર જનતા સામે આવ્યું હોય તો એ હતો અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરાવવામાં આવેલો એક સર્વે હતો. અઞઉઅએ એક ક્ધસલ્ટન્ટ ફર્મને કામ સોંપ્યું, જેણે કુલ 100 સ્થળની ઓળખ કરી, જ્યાં ઓલિમ્પિકની વિવિધ ગેમ્સનું આયોજન થઈ શકે. આ લિસ્ટમાં અમદાવાદ અને ગાંધીનગરનાં 22 સ્થળ હતો. આ લોકેશન એવાં છે, જેમાં નાનો-મોટો ફેરફાર કરવાથી ઓલિમ્પિક-2036ની રમત રમાડી શકાય છે. એનો વ્યવસ્થિત રિપોર્ટ બનાવીને રાજ્યના તત્કાલીન મુખ્ય સચિવ પંકજકુમાર સમક્ષ એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યો હતો.



