હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક: 8 દિવસના ટૂંકા ગાળામાં કરિયાવર, FD અને સોનાનું દાન પૂર્ણ થતાં હવે માત્ર આશીર્વાદની અપીલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોંડલમાં માનવતા મહેકી ઉઠે તેવો એક સુંદર અને ગૌરવશાળી પ્રસંગ આગામી રવિવારે ગોંડલના બાલાશ્રમ ખાતે યોજાવા જઈ રહ્યો છે. બાલાશ્રમની એક દીકરીનાં લગ્ન શાહી ઠાઠમાઠ સાથે યોજાશે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
- Advertisement -
અગ્રણીઓ અશોકભાઈ પીપળીયા અને મનસુખભાઈ સખીયાની આગેવાની હેઠળ બાલાશ્રમને ભવ્ય શણગાર અને લાઇટિંગથી સજાવવામાં આવી રહ્યું છે.
આ લગ્નમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું અદ્ભુત પ્રતીક જોવા મળ્યું હતું. ગોંડલના કોલેજીયન મોલવાળા સલીમભાઈએ રૂ. 25,000/- નો ચેક આપીને સર્વે સમાજને આ કાર્યમાં જોડાવા પ્રેરણા આપી હતી.
આયોજકોએ માત્ર આઠ દિવસ પહેલાં જ સમાજને દાન આપવાની અપીલ કરી હતી, જેને પગલે ગોંડલ શહેરની સામાજિક સંસ્થાઓ, દાતાઓ અને શહેરીજનોએ ઉમદા પ્રતિભાવ આપ્યો હતો.
ટૂંકા ગાળામાં જ દીકરી માટે 200થી વધુ ચીજવસ્તુઓ કરિયાવરમાં, ઋઉ અને સોનાનું દાન પૂર્ણ થઈ ગયું છે. હવે આયોજકો દ્વારા સ્પષ્ટપણે રોકડ કે ચીજવસ્તુઓની ના પાડી દેવામાં આવી છે અને આવતા રવિવારે માત્ર ને માત્ર દીકરીને આશીર્વાદ આપવા માટે જ સૌને અપીલ કરવામાં આવી રહી છે. આ ગૌરવશાળી પરંપરા હેઠળ બાલાશ્રમમાંથી અત્યાર સુધીમાં આશરે 125 દીકરીઓના લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે.



