ફેસબુક મેસેન્જર અને વ્હોટ્સએપ્પ ગ્રુપ મારફતે ઠગાઈ કરનાર 7 મોબાઈલ ધારકો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
- Advertisement -
હળવદના એક ડોક્ટરને સ્ટોક એક્સચેન્જમાં વધુ વળતરની લાલચ આપીને ઓનલાઈન ઠગ ટોળકી દ્વારા રૂ. 48.14 લાખની મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
હળવદના ડો. ચેતનકુમાર લાભુભાઈ જાકાસણીયા (39)એ આ અંગે મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 7 મોબાઈલ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ડોક્ટરનો સંપર્ક સૌપ્રથમ ફેસબુક મેસેન્જર પર ‘ઈંશિક્ષફ ઋયમજ્ઞજ્ઞિદફ‘ નામની આઈડી દ્વારા થયો હતો, જ્યાં તેમને સ્ટોક એક્સચેન્જમાં રોકાણની લોભામણી સ્કીમો સમજાવવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓએ ’ઢ96 જઈંૠ ઈીતજ્ઞિંળયિ જયદિશભય’ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું. જેમાં દીપક મલ્હોત્રા નામના આરોપીએ વિવિધ રોકાણ સ્કીમો સમજાવી અને રોહિતસિંઘ નામના એડમિને અલગ-અલગ બેંક ખાતા નંબર મોકલ્યા હતા. ડોક્ટરે તબક્કાવાર આ ખાતાઓમાં કુલ રૂ. 43,55,000 જમા કરાવ્યા હતા.
જ્યારે ડોક્ટરે રોકાણ કરેલી રકમ પાછી ખેંચવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને સર્વિસ ટેક્સના બહાને વધુ રૂ. 4,59,000 અલગ ખાતાઓમાં જમા કરાવવા જણાવાયું હતું. આમ, તેમની પાસેથી કુલ રૂ. 48 લાખ 14 હજારની ઠગાઈ કરવામાં આવી હતી.
ડોક્ટરની ફરિયાદના આધારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. કેસની વધુ તપાસ પીઆઇ એન.એ. વસાવા અને તેમની ટીમ ચલાવી રહી છે.



