પાકિસ્તાની બે વર્ષના ગાળામાં ઓછામાં ઓછી 629 છોકરીઓ અને મહિલાઓ (2019) ચીની પુરુષોને વેચવામાં આવતી હતી
પાકિસ્તાનનું અર્થતંત્ર ઘણા સમયથી નાજૂક તબક્કામાંથી પસાર થઇ રહયું છે. ચીનના દેવા તળે ડૂબેલું હોવાથી તેની રાજકીય, આર્થિક જ નહી સામાજીક અસરો પણ દેખાવા લાગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરહદી વિસ્તારોમાં નાની વયની પાકિસ્તાની યુવતીઓનું દુલ્હન બજાર ભરાય છે. આ દુલ્હનોને 700 ડોલર જેટલી રકમમાં ચીની પુરુષોને વેચવામાં આવે છે. આ રકમ પાકિસ્તાની રુપિયામાં 2 લાખ જેટલી થાય છે.
- Advertisement -
કયારેક દલાલ 25000 થી 65000 ડોલર સુધીના ભાવ વસૂલે છે, દુલ્હનના માતા પિતાને ભાગમાં નજીવી રકમ આપે છે. સોશિયલ મીડિયામાં દોઢ લાખમાં પત્ની અને મફતમાં સાસરું જેવા કોમેડી મીમ્સ અને જોકસ વાયરલ થતા હોય છે પરંતુ વાસ્તવિકતા આના કરતા પણ કડવી છે. ખાસ કરીને પાકિસ્તાનમાં ખ્રિસ્તીઓની વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાં દારુણ ગરીબીના કારણે પરિવાર પોતાની નાબાલિગ દિકરીઓને લગ્નના નામે ચીની ખરીદારોના હવાલે કરી રહયા છે.
કેટલાક ખરીદારો તો બીમાર અશક્ત, લાચાર માતા પિતા કે ભાઇ બહેન સહિતના આખા પરિવારને દુલ્હનની સાથે ચીન લઇ જાય છે. માનવાધિકાર સંગઠનોનું માનવું છે કે આ અમાનવીય પ્રથા પાકિસ્તાનની ખરાબ આર્થિક સ્થિતિમાંથી થઇ છે. તપાસ એજન્સીઓને ભોગ બનનારી મોટા ભાગની છોકરીઓની ઉંમર 12 થી 18 વર્ષની હોવાનું ધ્યાનમાં આવ્યું છે જે મુખ્યત્વે ઇસાઇ સમુદાય સાથે સંકળાયેલી છે. તપાસકર્તાઓએ આ પ્રકારની ૬૨૯ ઘટનાઓ બની હોવાનું નોંધ્યું છે. યુવતીઓને બંધવા મજૂરોની જેમ મજુરી કરાવવામાં આવે છે અને જાતિય શોષણ થતું રહે છે.




