કૂદરતી આફતમાં ખેડૂતો પાયમાલ થયા ત્યાં હવે જંગલી આફત
ગીર સરહદી ગામોમાં રોઝ-ભૂંડનો ત્રાસ, વન વિભાગ ક્યારે જાગશે?
- Advertisement -
મેંદરડાના દાત્રાણા રોડ પર ભૂંડના ઝુંડે વાવેતર કરેલ ઘવ સાફ કરી નાખ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેડૂતોને થયેલા મોટા નુકસાન અને સરકારની સહાયમાં થઈ રહેલા વિલંબ વચ્ચે વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વિસાવદર તાલુકાના ઈશ્વરીયા (ગીર) ગામના 42 વર્ષીય યુવક ખેડૂત શૈલેષભાઈ દેવજીભાઈ સાવલિયાએ આર્થિક સંકળામણના કારણે પોતાના ખેતરમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે.
- Advertisement -
મૃતક શૈલેષભાઈ પાસે આઠ વીઘા જેટલી જમીન હતી, જેમાં તેમણે મગફળી અને ડુંગળીનું વાવેતર કર્યું હતું. આ બંને મુખ્ય પાક કમોસમી વરસાદને કારણે સદંતર નિષ્ફળ જતાં તેઓ છેલ્લા ઘણા દિવસોથી તીવ્ર આર્થિક સંકળામણ અને તણાવમાં રહેતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સરકાર દ્વારા રૂ. 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરાયું હોવા છતાં, હજુ સુધી ખેડૂતોને એક પણ રૂપિયો સહાય મળી નથી અને ખેડૂતો લાઈનો લગાવીને ઊભા છે, જે સ્થિતિએ ખેડૂતોની માઠી બેસાડી દીધી છે. સૌરાષ્ટ્રમાં અગાઉ પણ પાંચથી વધુ ખેડૂતોએ આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ઈશ્વરીયાના સરપંચ લાલભાઈ કોઠારી અને અગ્રણી જયસુખભાઈ પાઘડાળના જણાવ્યા પ્રમાણે, શૈલેષભાઈ દરરોજની જેમ સવારે ખેતરે ગયા હતા, પરંતુ બપોર સુધી સંપર્ક ન થતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. સાંજે પાંચ વાગ્યા આસપાસ તેમનો મૃતદેહ ખેતરના શેઢે દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે આવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે પાક નિષ્ફળ જવાના કારણે આર્થિક સંકળામણથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું છે.



