98 ગ્રામજનોએ ડાયાબિટીસ અને સંલગ્ન સમસ્યાઓ માટે નિ:શુલ્ક કેમ્પનો લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણીના ભાગ રૂપે કસ્તુરબા ધામ, ત્રંબા ખાતે ડાયાબિટીસ અને સંલગ્ન સમસ્યાઓ માટે ફ્રી એવરનેસ અને નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
આ જન જાગૃતિ કેમ્પમાં ગામના લોકોએ ’પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવત મુજબ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. જન ઔષધિ કેન્દ્ર ત્રંબા, પ્રાગટ્ય યુવા ફાઉન્ડેશન, ફાર્મા હેલ્થ ક્લબ છઊંઞ અને ઇંઈૠ હોસ્પિટલના મેડિકલ એક્સપર્ટ્સ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. આ નિ:શુલ્ક કેમ્પમાં કુલ 98 ગ્રામજનોએ પોતાના સ્વાસ્થ્યની જાણવણી માટે ઉત્સાહભેર લાભ લીધો હતો.



