ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.15
ધ સી ફૂડ એક્ષ્પોર્ટસ એશોસીએશન ઓફ ઇન્ડિયા (ગુજરાત રીજન) ની વાર્ષિક સાધારણ સભા મળી હતી.જેમાં પ્રમુખ કેતનભાઈ સુયાણી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.રોટેશન મુજબ મુદત પૂરી થતા જગદીશભાઈ ફોફંડી, કેની થોમસ દ્વારા નવા પ્રમુખ તરીકે રાજેશભાઈ કરશનભાઈ ચામડીયાના નામની દરખાસ્ત કરાતા કમિટીના સભ્યો દ્વારા ટેકો આપતા હાજર સોવ સભ્યો દ્વારા સર્વાનુમતે રાજેશભાઈ ચામડીયાને પ્રમુખ તરીકે નિયુકતી કરવામાં આવી હતી.ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ ચુડાસમાં તેમજ સાજીદભાઈ પટણી, સેક્રેટરી તરીકે નરેશભાઈ ગોહેલ તેમજ મેનેજીંગ કમિટી ના 20 સભ્યોથી વધારી 26 સભ્યોની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવેલ છે. તેમજ વર્ષાબેન માલામડીને આગામી 2 હિસાબી વર્ષ માટે ઓડીટર તરીકે નિમણુંક કરવામાં આવેલ હતી.



