અગાઉ એવા અહેવાલ હતા કે જાડેજા-સેમસનનો વેપાર વર્ચ્યુઅલ રીતે સીલ થઈ ગયો છે. ઔપચારિક જાહેરાત રીટેન્શન સબમિટ કરવાની અંતિમ તારીખના કલાકો પહેલા આવી હતી
TATA IPL 2026ની રિટેન્શન ડેડલાઇન પહેલા, ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કેટલાક મોટા ખેલાડીઓના ટ્રેડ પર સહમતિ બની છે. આ ટ્રેડથી ઘણાં સ્ટાર ખેલાડીઓ નવી ટીમમાં રમતા જોવા મળશે.
- Advertisement -
રવીન્દ્ર જાડેજા
જૂની ટીમ: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)
નવી ટીમ: રાજસ્થાન રોયલ્સ (RR)
- Advertisement -
ફી: તેમની લીગ ફી 18 કરોડ રૂપિયાથી ઘટાડીને 14 કરોડ રૂપિયા કરવામાં આવી છે.
CSKના પૂર્વ કેપ્ટન અને સિનિયર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, જે CSK માટે 12 સિઝન રમ્યા છે, તે હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે.
સંજુ સેમસન
જૂની ટીમ: રાજસ્થાન રોયલ્સ (RR)
નવી ટીમ: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)
ફી: તેમની હાલની લીગ ફી 18 કરોડ રૂપિયા પર જ CSKમાં જોડાયા છે.
સેમ કરન
જૂની ટીમ: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)
નવી ટીમ: રાજસ્થાન રોયલ્સ (RR)
ફી: તેમની હાલની લીગ ફી 2.4 કરોડ રૂપિયા પર જ RRમાં જોડાયા છે.
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરન ફરી એકવાર નવી ટીમમાં રમતા જોવા મળશે.
મોહમ્મદ શમી
જૂની ટીમ: સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
નવી ટીમ: લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)
ફી: તેમની હાલની ફી 10 કરોડ રૂપિયા પર જ LSGમાં ટ્રેડ થયા છે.
IPL 2023ના પર્પલ કેપ વિજેતા અને અનુભવી ઝડપી બોલર શમી હવે લખનઉની ટીમની બોલિંગ લાઇનઅપને મજબૂત કરશે.
મયંક માર્કન્ડે
જૂની ટીમ: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
નવી ટીમ: મુંબઈ ઈન્ડિયન્સ (MI)
લેગ-સ્પિનર મયંક માર્કન્ડે પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પાછા ફર્યા છે, જ્યાંથી તેમણે પોતાની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી.
અર્જુન તેંડુલકર
જૂની ટીમ: મુંબઈ ઈન્ડિયન્સ (MI)
નવી ટીમ: લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)
ફી: તેમની હાલની ફી 30 લાખ રૂપિયા પર જ LSGમાં ટ્રાન્સફર થયા છે.
બોલિંગ ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકર હવે લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમશે.
નીતિશ રાણા
જૂની ટીમ: રાજસ્થાન રોયલ્સ (RR)
નવી ટીમ: દિલ્હી કેપિટલ્સ (DC)
ફી: તેમની હાલની ફી 4.2 કરોડ રૂપિયા પર જ DCમાં ટ્રેડ થયા છે.
KKRના ભૂતપૂર્વ કેપ્ટન અને ડાબોડી બેટ્સમેન નીતિશ રાણા હવે દિલ્હીની ટીમનો ભાગ બનશે.
ડોનોવન ફરેરા
જૂની ટીમ: દિલ્હી કેપિટલ્સ (DC)
નવી ટીમ: રાજસ્થાન રોયલ્સ (RR)
ફી: તેમની ફી 75 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવી છે.
ઓલરાઉન્ડર ડોનોવન ફરેરા પોતાની પ્રથમ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સમાં પરત ફર્યા છે.
IPLમાં પ્લેયર ટ્રેડ શું હોય છે?
ટ્રેડ એટલે કે ખેલાડીનું ફરી ઑક્શનમાંથી પસાર થયા વિના એક ટીમમાંથી બીજી ટીમમાં જવું. આ બે રીતે થાય છે
1. ખેલાડીઓની અદલાબદલી અને તેને પ્લેયર સ્વેપ પણ કહેવાય છે.
2. પૈસાના બદલામાં ખરીદી અને વેચાણ. તેને કેશ ડીલ પણ કહેવામાં આવે છે.
ઉદાહરણ તરીકે જો ચેન્નાઈ સુપર કિંગ્સ કોઈ ખેલાડીને રાજસ્થાન રોયલ્સને આપે છે અને તેના બદલામાં બીજો ખેલાડી અથવા પૈસા લે છે, તો તેને ટ્રે઼ડ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં ખેલાડીને ઑક્શન ટેબલ પર પાછું નથી આવવું પડતું.




