ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભોપાલ સ્થિત સેગ યુનિવર્સિટી ખાતે તા. 10 થી 11 નવેમ્બર 2025 દરમ્યાન યોજાયેલી સાઉથ વેસ્ટ ઝોન જુડો (બહેનો) ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બહેનો ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું હતું. વિવિધ વજનવર્ગોમાં ચમકદાર સફળતા પ્રાપ્ત કરતાં કુલ ચાર ખેલાડીઓએ ઓલ ઈન્ડિયા જુડો ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં – 48 કિ.ગ્રા.માં ડાભી શ્રદ્ધા, સ્વર્ણ પદક- 63 કિ.ગ્રા.માં વાણિયા હિરલ – રજત પદક, – 70 કિ.ગ્રા.માં વાજા રીતુ – કાંસ્ય પદક અને +78 કિ.ગ્રા.માં જયની બાલાસુબ્રમણિયમ – ચોથું સ્થાન (ક્વોલિફાય) પ્રાપ્ત કર્યું છે. આ ટીમ સાથે મેનેજર તરીકે ડો. પૂનમબેન જુડાસિયા હાજર રહ્યા હતા અને ખેલાડીઓને માર્ગદર્શન આપ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ ચારેય ખેલાડીઓ હવે ઓલ ઈન્ડિયા જુડો ટુર્નામેન્ટમાં યુનિવર્સિટીની પ્રતિનિધિતા કરશે, જે સંસ્થાએ ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.
- Advertisement -



