કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ લીલીઝંડી આપી; આવતીકાલથી નિયમિત સેવા શરૂ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પ્રયાસો બાદ શરૂ થયેલી આ ટ્રેનને આજે માંડવિયાએ લીલીઝંડી આપી હતી. તેઓ અને અર્જુન મોઢવાડિયા પણ આ ટ્રેનમાં મુસાફરી કરીને પોરબંદર જવા રવાના થયા હતા. આ બંને ટ્રેનો આવતીકાલ, 15 નવેમ્બરથી શરૂ થશે, જેના કારણે રાજકોટ-પોરબંદર વચ્ચેની મુસાફરી માત્ર 45 રૂપિયામાં કરી શકાશે. આ લોકલ ટ્રેનો હોવાથી ગોંડલથી લઈને રાણાવાવ સુધીના તમામ સ્ટેશનોને આવરી લેવામાં આવશે. આ પૈકી એક ટ્રેન દરરોજ અને બીજી સપ્તાહમાં 5 દિવસ ચાલશે.



