એરફોર્સ ચીફે રન-વે પર વિમાન ઉતાર્યું; 13,000 ફૂટની ઊંચાઈએ બન્યું, 218 કરોડ રૂપિયાનો ખર્ચ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બુધવારે લદ્દાખના ન્યોમા સ્થિત મુધ એર બેઝ પર કામગીરી શરૂ થઈ હતી. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે ગઈકાલે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નોઈડાના હિંડન એર બેઝથી સી-130ઉં સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ જાતે ઉડાવ્યું હતું અને મુધ-ન્યોમા એર બેઝ પર ઉતરાણ કર્યું હતું.
તેમની સાથે વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા પણ હતા. ન્યોમા એર બેઝ વિશ્વના સૌથી ઊંચા એરબેઝમાંનું એક છે, જે 13,710 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. તે ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (કઅઈ)થી આશરે 25 કિલોમીટર દૂર છે. આ અદ્યતન એરબેઝમાં 2.7 કિલોમીટરનો રનવે છે.
અહીંથી ફાઇટર જેટ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ઉડાન ભરી શકે છે. આશરે ₹218 કરોડના ખર્ચે બનેલ, તે સૈનિકો અને શસ્ત્રોની એક સ્થાનથી બીજા સ્થાન પર ઝડપી હિલચાલને સરળ બનાવશે. નસ્ત્રમુધ-ન્યોમાસ્ત્રસ્ત્ર નામ બેઝની નજીક સ્થિત મુધ ગામ પરથી આવ્યું છે.
- Advertisement -
રક્ષા મંત્રીએ 2023માં એરબેઝનો શિલાન્યાસ કર્યો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સપ્ટેમ્બર 2023માં ન્યામા એરબેઝ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. તે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (ઇછઘ) દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં હેંગર્સ, એર ટ્રાફિક કંટ્રોલ બિલ્ડિંગ અને પાર્કિંગ વિસ્તારોનો સમાવેશ થાય છે.
ન્યોમા એરબેઝ સંવેદનશીલ લદ્દાખ ક્ષેત્રમાં ભારતીય સેનાની લડાઇ ક્ષમતાઓને વધારવાની અપેક્ષા છે. ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને પરિવહન વિમાન હવે એરબેઝનો ઉપયોગ કરશે.



