પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર સહિતનાની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
કાજલી માર્કેટિંગ યાર્ડ માં ગુજરાત સરકાર ના ટેકા ના ભાવ થી મગફળી સોયાબીન ખરીદ શુભારંભ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ ખેડૂતો ને પોતાની જણસી નો પોષણસમ ભાવ મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્રારા નક્કી થયેલ ટેકાના ભાવ થી રાજય સરકાર દ્રારા નિયુક્ત કરેલ નોડલ એજન્સી ગુજકો માર્શલ મારફત ખરીદી અંગેના સેન્ટર માનસિહભાઈ પરમાર ની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી ને શુભારંભ કરવામાં આવેલ, ગુજરાત સરકાર ના દ્રારા મગફળી અને સોયાબીન ખરીદીનું સેન્ટર વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ નક્કી થયેલ હોય અને ટેકા ના ભાવ મગફળી ના 20 કિલ્લો ના રૂપિયા 1452 અને સોયાબીન રૂપિયા 1065 પ્રમાણે ભાવો નક્કી કરવામાં આવેલ છે જ્યારે ઓપન માર્કેટ માં મગફળી ના ભાવ 1065 રૂ અને સોયાબીન ના ભાવ 450 – 500 હોય તો મગફળી માં રૂ.400-500 ફાયદો થાય છે. આ પ્રસંગે ગુજરાત સરકાર ના પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર દ્વારા જણાવ્યું કે રાજય સસ્કાર ખેડૂતો ના હિત ને સર્વોપરી માનતી રહી છે. અને કૃષિ ક્ષેત્રેના સર્વાંગી–વિકાશ માટે સત્તત પ્રયાસશીલ છે જે કમોસમી વરસાદ થી થયેલ નુકસાન સામે ઈતિહાસ નું સૌથી મોટું કૃષિ પકેજ રૂપિયા દશ હજારે કરોડનું પેકેજ જાહેર કરેલ અને ખેડૂતો ની મગફળી ટેકા ભાવે ખરીદી શરૂ કરેલ છે આ તકે ગુજકોમાસોલ ના પ્રતિનિધિ અને કાજલી મંડળી નો સ્ટાફ હાજર રહેલ હતા.



