દિવાળી પર્વ દરમિયાન યોજાયેલી રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની 52મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે 19 નવેમ્બરને બુધવારના રોજ રાત્રે 8 કલાકે કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે ભવ્ય બોલિવુડ મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા તેમના મનમોહક સ્વરોની સાથે પ્રસ્તુતિ આપશે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. સાથે જ સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ પણ આ પ્રસંગે કરવામાં આવશે.
- Advertisement -
આ પ્રસંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ તથા પ્રોટોકોલ વિભાગના કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરવામાં આવશે.રંગીલું રાજકોટ શહેર પોતાના ઝડપી વિકાસ સાથે સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે. શહેરના નાગરિકો દરેક તહેવાર અને પ્રસંગને ઉત્સાહપૂર્વક ઉજવે છે, જે રાજકોટને અન્ય શહેરોથી અલગ અને વિશિષ્ટ બનાવે છે.



