ખાસ-ખબર ન્યૂઝ મોરબી
કવાડિયા ગામની સીમમાં ટ્રકમાંથી ગેરકાયદેસર ઉતારવામાં આવતા લોખંડ સળિયા ચોરીના કોભાંડને ઝડપી લઈને પોલીસે એક આરોપીને ઝડપી લઈને 91 હજારથી વધુનો મુદામાલ કબજે લીધો છે. હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કવાડિયા ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે ટ્રકમાંથી લોખંડ સળિયા ઉતારી લોખંડ ચોરી કોભાંડ ચાલતું હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી લોખંડ સળિયા ચોરી કરતા આરોપી સતીષ દેવાભાઈ ભરવાડ રહે ચૂલી તા. ધ્રાંગધ્રા વાળાને ઝડપી લીધો હતો અને લોખંડ સળિયા 1835 કિલોગ્રામ કીમત રૂ 91,750 નો મુદામાલ કબજે લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



