વિમલ અને RMD ગુટખા ખાવાલાયક નથી
ફૂડ લેબ વડોદરા દ્વારા રિપોર્ટમાં મેગ્નેશિયમ કાર્બોનેટ તથા તમાકુ- નિકોટિન મળી આવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા વિમલ ગુટખા (કેસર યુક્ત) અને છખઉ ગુટખા (120 ગ્રામ પેક્ડ) ના નમૂનાઓ અનસેફ ફૂડ જાહેર થતાં, નામદાર મ્યુનિસિપલ કોર્ટ, રાજકોટના જુનિયર મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કમલેશકુમાર આર. ગાગનાણી દ્વારા બંને કેસોમાં કુલ 5 આરોપીઓને 5 વર્ષની સખત કેદ તથા ₹23,00,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે. સરવૈયા દ્વારા જ્યોતિ સેલ્સ એજન્સી, 2-ઉદયનગર, મવડી મેઈન રોડ પરથી ગુટખાનો નમૂનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો. જેમાં પ્રતિબંધિત મેગ્નેશિયમ કાર્બોનેટ તથા તમાકુ/નિકોટિનની હાજરી જણાઈ, જેના આધારે નમૂનો અનસેફ ફૂડ જાહેર થયો હતો. જેને 16 લાખનો દંડ ફટકાર્યો છે.
વિમલ ગુટખા મામલે કેસની સજા
1. સુરેશભાઈ ઠાકરશી વેકરીયા – 5 વર્ષની સખત કેદ + ₹3,00,000 દંડ
2. રાજેશભાઈ ઠાકરશી વેકરીયા – 5 વર્ષની સખત કેદ + ₹3,00,000 દંડ
3. જયોતિ સેલ્સ એજન્સી – ₹3,00,000 દંડ
4. દિપક રાવત – 5 વર્ષની કેદ + ₹3,50,000 દંડ
5. વિષ્ણુ પાઉચ પેકેજિંગ પ્રા.લી. – ₹3,50,000 દંડ
RMD ગુટખા મામલે કેસનો દંડ અને સજા
1. અનિલ મહેન્દ્રભાઈ પટેલ (ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રતિનિધિ) – 5 વર્ષની સખત કેદ + ₹3,50,000 દંડ
2. ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ – ₹3,50,000 દંડ



