ઘરને તાળાં મારી નાસી છૂટ્યો : જીપીએસ પણ બંધ કરી દીધું
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વેપારીએ નોંધાવી છેતરપિંડીની ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેલનગરમાં રહેતા અને 150 ફૂટ રિંગ રોડ ઉપર માધાપર ચોકડી પાસે હોટલ સાથે ગાડી ભાડે આપવાનો વ્યવસાય ધરાવતા હરપાલસિંહ વિક્રમસિંહ ઝાલા ઉ.25એ રાજકોટના મવડીમાં રિવેરા હોમ્સમાં રહેતા દર્પણ મનસુખલાલ મણવર સામે છેતરપિંડી અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે સપ્તાહ પૂર્વે તા.2ના રોજ ભાગીદાર યુવરાજસિંહ ઝાલાએ મને જણાવેલ કે, દર્પણકુમારને એક થાર ગાડી એક દિવસના ભાડા પેટે આપવાની છે જેથી તે રાત્રીના મારી પાસે અમારી ઓફિસે આવ્યા હતા જેથી મેં થાર ગાડી એક દિવસના 4500 લેખે ભાડે આપી હતી અને ગાડીની સિકયુરીટી પેટે તેના એચ.ડી.એફ.સી. બેંકના બે ચેક, ઘરનું લાઈટબીલ, આધાર કાર્ડ તથા ડ્રાઈવીંગ લાઈસન્સની નકલ આપી હતી જેથી મેં પેઢીના લેટરપેડ પર વીગત ભરી થાર ગાડી સોપ્યાની સહી લીધી હતી બાદમાં આ દર્પણકુમાર થાર ગાડી લઈ ગયા હતા એક દિવસ પછી આ દર્પણકુમાર થાર ગાડી પરત આપવા નહિ આવતા મેં તેના મોબાઈલ નંબર પર ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો 4 તારીખે અમારી ગાડીનું જી.પી.એસ. બંધ થઇ ગયું હતું જેથી આ દર્પણકુમારના ઘરે જઈને જોયું તો તેનુ ઘર પણ બંધ હતું જેથી અમારા મિત્ર મંડળ જે સેલ્ફમાં ગાડી આપવાનું કામ કરતા હોય તે બધાને વાત કરતા જાણવા મળ્યું કે ગીતાબેન મનુભાઈ ચૌહાણની માલિકીની અર્ટીગા ગાડી પણ દર્પણકુમાર તેની પાસેથી તા.3ના તેમના ઘર ઘંટેશ્વર 25 વારીયા પાસેથી 3000 ભાડા પેટે લઈ ગયો હતો જે ગાડીમાં પણ જી.પી.એસ. બંધ કરી ગાડી પરત આપેલ નથી. બાદ અમારી રીતે તપાસ કરાવેલ પરંતુ કોઈ ભાળ મળી આવેલ નહીં જેથી અંતે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ટી ડી જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



