રવાપર ઘુંનડા રોડ પર ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે 30 નવેમ્બરે ઓડિશન: ઉ.ઈં.ઉ. ફેમ કમલેશ પટેલ જ્યુરી તરીકે હાજર રહેશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.11
- Advertisement -
ટીવી રિયાલિટી શો ઇન્ડિયા’ઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટ શો સીઝન 8 માટે મોરબીમાં મેગા ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓડિશન આગામી તા. 30 નવેમ્બર, 2025ના રોજ સવારે 10 થી સાંજે 4 કલાક સુધી મોરબીના રવાપર ઘુંનડા રોડ પર આવેલ ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે યોજાશે. આ ઓડિશનમાં ડાંસ ઇન્ડિયા ડાંસ (ઉ.ઈં.ઉ.) ફેમ કમલેશ પટેલ ઓડિશન જ્યુરી તરીકે હાજર રહેશે. મોરબી અને આસપાસના વિસ્તારના કલાકારો પોતાની પ્રતિભા દર્શાવવા માટે આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે.



