રાજસ્થાન સરહદ પર ફાઇટર જેટનું પેટ્રોલિંગ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિલ્હી બોમ્બ વિસ્ફોટો બાદ પાકિસ્તાન ગભરાઈ ગયું અને રાજસ્થાન સાથેની સરહદ પર વાયુસેના પેટ્રોલિંગ શરૂ કરી દીધું. તેના ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓએ એક કટોકટી બેઠક યોજી. વડાપ્રધાન શાહબાઝ શરીફે મોડી રાત સુધી ગજઅ અને ઈંજઈંના ડિરેક્ટર જનરલ સાથે પણ બેઠકો કરી. આ દરમિયાન યુકે વિદેશ કાર્યાલય (ઋઈઉઘ) એ વિસ્ફોટ બાદ ભારતના અમુક વિસ્તારો માટે મુસાફરી સલાહ જાહેર કરી છે. બ્રિટિશ સરકારે તેના નાગરિકોને ભારત-પાકિસ્તાન સરહદથી 10 કિલોમીટરની અંદર અને જમ્મુ-કાશ્ર્મીર અને મણિપુર રાજ્યોમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે.
ગઈકાલે દિલ્હી બોમ્બ સમયે વિસ્ફોટોમાં 11 લોકોના મોત થયાનાં અહેવાલ હતા, જે બાદ આ આંકડો વધીને 12 પર પહોંચ્યો છે. ત્યારબાદની હોસ્પિટલની યાદીમાં નવ મૃત્યુની યાદી આપવામાં આવી હતી. યુએસ એમ્બેસીએ પણ તેના નાગરિકોને ચેતવણી જાહેર કરી છે, જેમાં તેમને લાલ કિલ્લા અને પ્રવાસીઓની ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને હંમેશા સતર્ક રહેવા જણાવ્યું છે. આ દરમિયાન, ફ્રેન્ચ દૂતાવાસે જણાવ્યું હતું કે 10 નવેમ્બરના રોજ સાંજે 7 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનું કારણ અને જાનહાનિનો આંકડો હાલમાં સ્પષ્ટ નથી. ફ્રેન્ચ દૂતાવાસે દિલ્હીમાં તેના નાગરિકોને સતર્ક રહેવા અને ભીડવાળા વિસ્તારો અને ઘટના સ્થળથી દૂર રહેવાની સલાહ આપી છે. ફ્રેન્ચ પ્રવાસીઓને “ફિલ ડી’એરિયન” પોર્ટલ પર નોંધણી કરાવવાનું પણ કહેવામાં આવ્યું છે જેથી કટોકટીની સ્થિતિમાં તેમનો સંપર્ક કરી શકાય.



